'અનુપમા'નો પલ્લૂ પકડતો જોવા મળ્યો અનુજ કપાડિયા, રોમેન્ટિક ડાન્સ થયો વાયરલ

(તસવીર: Instagram @rupaliganguly)

Anupamaa: વીડિયોમાં રૂપાલી ગાંગુલીએ સુંદર સાજ-શણગાર કર્યો છે અને ભારે કાંજીવરમ સાડી પહેરી છે. તો અનુપમાની સાડી સાથે મેચિંગ કુર્તામાં અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના ડેશિંગ લાગી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘શેરશાહ’નું ગીત ‘રાતાં લંબિયા લંબિયા રે...’ વાગી રહ્યું છે.

  • Share this:
    મુંબઈ: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સ્ટારર ટીવી શો ‘અનુપમા’ (Anupamaa) એટલો લોકપ્રિય છે કે ફેન્સ આ શોને લગતી નાનીમાં નાની વાત જાણવા આતુર રહે છે. આ શો દરરોજ નવા-નવા ટ્વીસ્ટ લઈને દર્શકો સામે આવી રહ્યો છે. શોમાં અનુજ કપાડિયા અને અનુપમાનો ટ્રેક દર્શકોને બહુ પસંદ આવી રહ્યો છે. ટીવી પડદે તેમની જોડી જોવી દર્શકોને ગમે છે. આ શો કર્યા બાદ અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્ના (Gaurav Khanna)ની લોકપ્રિયતામાં વધારો થયો છે.

    શોના હાલના ટ્રેક મુજબ અનુજની અનુપમા સાથેની ટ્રીપ દરમ્યાન એવી વાતો થઈ છે જેના કારણે અનુજના દિલમાં અનુપમા પ્રત્યેનો આદર અને પ્રેમ અનેક ગણો વધી ગયો છે. તો બીજી તરફ વનરાજ (Sudhanshu Pandey) અને બાનો અનુપમા પ્રત્યેનો ગુસ્સો વધતો જાય છે. જોકે, મુશ્કેલી ગમે તેટલી હોય અનુજ અને અનુપમા દર વખતે નજીક આવતા જાય છે. હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જે જોઈને અનુજ-અનુપમાના ચાહકોની ખુશી બમણી થઈ જશે.

    અનુપમાનો પલ્લૂ પકડતો જોવા મળ્યો અનુજ

    આ વિડીયોમાં રૂપાલી ગાંગુલીએ સુંદર સાજ-શણગાર કર્યો છે અને ભારે કાંજીવરમ સાડી પહેરી છે. તો અનુપમાની સાડી સાથે મેચિંગ કુર્તામાં અનુજ ઉર્ફે ગૌરવ ખન્ના ડેશિંગ લાગી રહ્યો છે. બંને એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા છે અને બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘શેરશાહ’નું ગીત ‘રાતાં લંબિયા લંબિયા રે...’ વાગી રહ્યું છે. આ ગીતને લીધે તેમનો રોમેન્સ વધુ ખીલી ઉઠ્યો છે.

    થોડા પ્યાર ઔર થોડા શર્માના

    આ વિડીયો શોનો કોઈ સીન નથી, પણ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ તેને ઇન્સ્ટા રીલમાં શેર કર્યો છે. જેમાં અનુજ ક્યારેક તેનો પલ્લૂ પકડીને તો ક્યારેક આજુબાજુ મજનૂની જેમ ડોલતો જોવા મળે છે. તેઓ ક્યારેક એકબીજાની આંખોમાં જુએ છે તો ક્યારેક શરમાઈ જાય છે. આ વિડીયોને શેર કરીને રૂપાલીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘અનુજ અને અનુપમાનું ‘રાતાં લંબિયા’ વર્ઝન, થોડો પ્રેમ અને થોડું શરમાવું. P.S. #MaAnની લવસ્ટોરીમાં ગેસ્ટ રોલને યાદ ન કરવો જે નિશ્ચિતપણે સ્પોટલાઈટથી દૂર છે.’








    View this post on Instagram






    A post shared by Rups (@rupaliganguly)






    ઘનશ્યામ નાયકને રૂપાલી ગાંગુલીએ આપી શ્રદ્ધાંજલિ

    રૂપાલી ગાંગુલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘તારક મહેતા..’ ફેમ ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપી છે. ઘનશ્યામ નાયક અને રૂપાલી ગાંગુલીએ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં સાથે કામ કર્યું છે. તેઓ આ સિરિયલમાં વિઠ્ઠલ કાકાના રોલમાં હતા.
    Published by:Nirali Dave
    First published: