Anupamaa: 'સસરા' સાથે કિજંલ વહુનો રોમૅન્ટિક ડાન્સ જોઇ યુઝર્સે કહ્યું, -‘કંઈક તો શરમ કરો’
Anupamaa: 'સસરા' સાથે કિજંલ વહુનો રોમૅન્ટિક ડાન્સ જોઇ યુઝર્સે કહ્યું, -‘કંઈક તો શરમ કરો’
કિંજલ બહુ સાથે સસરા વનરાજનો સાઉથ ઇન્ડિયન ડાન્સ
'અનુપમા'માં કિંજલનો રોલ ભજવતી નિધી શાહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના ઓનસ્ક્રીન ‘સસુરજી’ સાથે ડાન્સ કરી રહી છે.
ટીવી પડદે ધૂમ મચાવી રહેલા શો ‘અનુપમા’એ ટીઆરપી મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટીવી શોના બધા પાત્રો જાણીતાં બન્યા છે અને દર્શકો શો જેટલો જ પ્રેમ દરેક કૅરેક્ટરને કરે છે.
'અનુપમા'માં (Anupamaa) કિંજલનો રોલ ભજવતી નિધી શાહનો (Nidhi Shah) એક વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં તે પોતાના ઓનસ્ક્રીન ‘સસુરજી’ સાથે ડાન્સ કરી રહી છે. ટીવી પડદે ધૂમ મચાવી રહેલા શો ‘અનુપમા’એ ટીઆરપી TRP Chart મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટીવી શોના બધા પાત્રો જાણીતાં બન્યા છે અને દર્શકો શો જેટલો જ પ્રેમ દરેક કૅરેક્ટરને કરે છે.
આ જ કારણ છે કે શોથી જોડાયેલા કૅરેકટર્સની ફૅન ફૉલોઈંગ વધી રહી છે. સોશ્યલ મીડિયા પર આ કલાકારોના ફૉલોઅર્સની સંખ્યા જોઈને તેમની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે. શોમાં ‘અનુપમા’ તરીકે રૂપાલી ગાંગુલી છે, તો સુધાંશુ પાંડે, નિધી શાહ, પારસ કલ્નાવત, આશિષ મેહરોત્રા, મદલસા શર્મા, મુસ્કાન બામને, તસનીમ શેખ વગેરે કલાકારો મહત્વના રોલમાં છે.
‘અનુપમા’માં કિંજલ વહુનો રોલ કરી રહેલી એક્ટ્રેસ નિધી શાહ સોશ્યલ મીડિયા પર દસ લાખથી પણ વધુ ફૉલોઅર્સ ધરાવે છે. તેના ગ્લેમરસ અંદાજ વાળા ફોટોઝના ચાહકો કાયલ છે. એટલું જ નહીં, તે શોના બિહાઈન્ડ ધ સીન્સ અને સેટ પરના ફોટોઝ મૂકતી રહે છે. જોકે, હાલ તે એક વિડીયોને લઈને ચર્ચામાં છે જેમાં તે પોતાના ઓનસ્ક્રીન સસરા ‘વનરાજ શાહ’ ઉર્ફે સુધાંશુ પાંડે સાથે રોમૅન્ટિક ડાન્સ કરી રહી છે.
નિધી શાહે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે સાઉથ સિનેમાના જાણીતાં ગીત ‘રાઉડી બેબી’ પર ઠુમકા લગાવી રહી છે. તો બીજી તરફ સુધાંશુનો અંદાજ પણ જોવા લાયક છે. બંનેનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વિડીયોને શેર કરીને નિધિએ લખ્યું છે કે, ‘ક્યારેક-ક્યારેક ફક્ત વ્યૂઅર્સ અને ઓડિયન્સ જ નહીં પણ એક્ટર્સ પણ પોતાના કૅરેક્ટર ભૂલવા માગે છે કે તેઓ જે પાત્ર નિભાવે છે, એ ફક્ત પડદા માટે છે અને પોતાને રીલથી બહાર કાઢીને રિયલિટી સાથે જોડાઈને મજા કરવી પણ જરૂરી છે.
ફુલ સાઉથ સ્ટાઈલ ડાન્સિંગ સ્વેગર સાથે રજૂ થયા છે નિધી શાહ અને સુધાંશુ પાંડે. આશા છે કે તમને આ વિડીયો ગમશે.’
નિધિએ આ વિડીયોના ડિરેક્ટર તરીકે ‘સમર’ પારસ કલ્નાવતને ક્રેડિટ આપી છે. નિધીની આ પોસ્ટ પર એક પછી એક રસપ્રદ કમેન્ટ આવી રહી છે. કેટલાંકને આ વિડીયો પસંદ આવ્યો છે તો કેટલાંક તેણે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘કાવ્યાને કહેવું પડશે.’ તો બીજાએ લખ્યું છે કે, ‘ભાઈ તારા દીકરાની વહુ છે, કંઈક તો શરમ કરો.’