Home /News /entertainment /Anupamaa: પીઠીમાં મનભરીને નાચી અનુપમા, બધા સામે અનુજ સાથે કર્યો રોમાન્સ
Anupamaa: પીઠીમાં મનભરીને નાચી અનુપમા, બધા સામે અનુજ સાથે કર્યો રોમાન્સ
અનુપમા અનૂજ સાથે મનભરીને નાચી
Anupamaa Haldi Ceremony: 'અનુપમા'નો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ વિડીયોમાં ભલે 'અનુપમા' તેના ભાવિ પતિ માટે ડાન્સ કરતી જોવા મળી હતી, પરંતુ તેની સાથે તેના ફેન્સ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
Anupamaa: સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ 'અનુપમા' ખૂબ જ ધૂમ મચાવી રહી છે. રુપાલી ગાંગુલી(Rupali Ganguly) અને ગૌરવ ખન્ના (Gaurav Khanna)ના આ શોમાં અનુજ અને અનુપમાના લગ્નની તૈયારી ચાલી રહી છે. અનુજ અને અનુપમાને હલ્દી લાગી ચુકી છે અને તેમના લગ્નને લઈને ચાહકોમાં ભારે એક્સાઇટમેન્ટ છે. 'અનુપમા' સાથે જોડાયેલો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં અનુપમા તેના ભાવિ પતિ અનુજ માટે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તો અનુજે પણ ઘૂંટણિયે બેસીને અનુપમાને પ્રપોઝ કર્યું હતું.
'અનુપમા'નો આ વિડીયો ડિરેક્ટર્સ કટ પ્રોડક્શન દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ વિડીયોમાં ભલે 'અનુપમા' તેના ભાવિ પતિ માટે ડાન્સ કરતી જોવા મળી હતી, પરંતુ તેની સાથે તેના ફેન્સ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમણે અનુપમા અને અનુજ એટલે કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાની પ્રશંસા કરી હતી.
'અનુપમા' સાથે જોડાયેલા આ વિડીયો પર ચાહકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના વિડીયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, "વાહ, આખરે લગ્નનો અહેસાસ આવી ગયો છે. આ આઉટફિટ્સ અને ઇવેન્ટ્સ શાનદાર લાગ્યા." 'અનુપમા'ના આ વિડીયો પર કમેન્ટ કરતા લતા નામની યુઝરે લખ્યું કે, "બસ હવે રાહ નથી જોઈ શકતી."
તમને જણાવી દઈએ કે 'અનુપમા' ના આ વિડીયોમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ડાન્સ સ્ટેપ્સ પણ અદભૂત હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બતાવવામાં આવ્યું હતું કે અનુપમા બાપુજીની ખરાબ તબિયતને કારણે પરેશાન થઈ જાય છે. પણ બાપુજી તેને કહે છે કે આ તેમની છેલ્લી ઈચ્છા છે, તેથી તેને લગ્ન કરવા દો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર