Home /News /entertainment /

'અનુપમા'એ અક્ષય કુમારને રાખડી બાંધી, એક્ટ્રેસ 1992થી અક્ષયને રાખડી બાંધે છે

'અનુપમા'એ અક્ષય કુમારને રાખડી બાંધી, એક્ટ્રેસ 1992થી અક્ષયને રાખડી બાંધે છે

'અનુપમા'એ અક્ષય કુમારને રાખડી બાંધી

અક્ષય કુમાર પોતાની ફિલ્મ રક્ષાબંધનના પ્રમોશન માટે શો 'રવિવાર વિથ સ્ટાર પરિવાર' માં આવ્યો હતો. શોમાં અક્ષયે ‘યે રિશ્તા ક્યા કહેલતા હે’, ‘અનુપમા’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘ઈમલી’ જેવા હિટ શોના સ્ટાર્ટ સાથે ડાન્સ કર્યો હતો. તેના પછી તેણે ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલીએ અક્ષયને રાખડી બાંધી હતી.જોકે, આ પ્રમોશનનો હિસ્સો નહોતો. રૂપાલી તથા અક્ષય વચ્ચે વર્ષો જૂના ભાઈ-બહેનના સંબંધો છે. શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અક્ષય કુમાર રૂપાલીને ગળે લગાડે છે

વધુ જુઓ ...
    અક્ષય કુમાર પોતાની ફિલ્મ રક્ષાબંધનના પ્રમોશન માટે શો 'રવિવાર વિથ સ્ટાર પરિવાર' માં આવ્યો હતો. શોમાં અક્ષયે ‘યે રિશ્તા ક્યા કહેલતા હે’, ‘અનુપમા’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘ઈમલી’ જેવા હિટ શોના સ્ટાર્ટ સાથે ડાન્સ કર્યો હતો. તેના પછી તેણે ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલીએ અક્ષયને રાખડી બાંધી હતી.જોકે, આ પ્રમોશનનો હિસ્સો નહોતો. રૂપાલી તથા અક્ષય વચ્ચે વર્ષો જૂના ભાઈ-બહેનના સંબંધો છે. શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અક્ષય કુમાર રૂપાલીને ગળે લગાડે છે.

    સ્ટાર પરિવારનો આ એપિસોડ ‘બોલિવૂડ નાઈટ સ્પેશિયલ’થીમ પર બેસ્ડ હતો. આ સ્પેશિયલ એપિસોડ ભાઈ-બહેનના પ્રેમને દર્શાવતા તહેવાર રક્ષાબંધનને ડેડિકેટ હતો. શોમાં તમામ ટીવી સ્ટાર્સ અક્ષય કુમારની સાથે સેલિબ્રેશન કરતા જોવા મળે છે. સેલિબ્રેશનમાં ડૂબેલા તમામ સ્ટાર્સ ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળે છે. આ બધા બોલિવૂડના રંગમાં રંગાયેલા જોવા મળ્યા કેમ કે થીમના અનુસાર, સ્ટાર્સ બોલિવૂડના સુપરહિટ ફિલ્મોના ફેમસ પાત્રોના લુકમાં જોવા મળ્યા હતા.








    View this post on Instagram






    A post shared by StarPlus (@starplus)






    રૂપાલીએ ખાસ કિસ્સો જણાવ્યો

    શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂપાલી પોતાના ‘રાખી ભાઈ’ અક્ષય કુમાર સાથેની પહેલી મુલાકાત વિશે જણાવે છે. તે કહે છે કે અક્ષય હંમેશાં મને નાની બહેન માનતા હતા. મેં તેમને પાંચ વર્ષથી વધુ સમય સુધી રાખડી બાંધી હતી. પછી તે બહુ જ મોટા વ્યક્તિ બની ગયા તો થોડું અજીબોગરીબ લાગતું હતું. અમે અલગ અલગ જગ્યાએ આવી ગયા અને ક્યારેક તમારા સંપર્કો તૂટી જાય છે. 1992માં મેં રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું અને હવે 2022માં ફરી તેમને જોવાની તથા રાખડી બાંધવાની તક મળી.'

    અક્ષય સાથે શેર કરી તસવીર

    રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અક્ષય કુમારની સાથે બે તસવીર શેર કરી, આ તસવીર શોના સેટની છે. આ ફોટોને શેર કરતા રૂપાલીએ કેપ્શનમાં લખ્યું, મેગા સ્ટાર જેનું સ્ટારડમ નથી બદલાયું, એક ખાસ વ્યક્તિ. એક ખાસ બંધન. 30 વર્ષ પછી ફરીથી જોડાયું, એક ખાસ ચેનલ પર અને એક ખાસ ફિલ્મ #રક્ષાબંધન માટે ધન્યવાદ. તમે રોકસ્ટાર છો અક્ષય કુમાર. મારા જીવનમાં પાછા આવા માટે ધન્યવાદ મોટા ભાઈ. અદ્ભુત હોવા બદલ આભાર. કદાચ દુનિયા તમારા જેવી હોત.

    અક્ષય કુમારે કરી કમેન્ટ

    રૂપાલીની આ પોસ્ટ પર અક્ષય કુમારે કમેન્ટ કરી એક્ટ્રેસ ખુશ થઈ ગઈ. તેણે રૂપાલીની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, શુભકામનાઓ માટે આભાર, કાલે ઘરે મળીએ છીએ# રક્ષાબંધન માટે. અક્ષયની કમેન્ટ પર રૂપાલી જવાબમાં લખે છે, ‘તમે ઘણા સારા છો. ’
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन