Home /News /entertainment /'અનુપમા' ફેઇમ એક્ટર આશીષ મેહરોત્રાનાં પિતાનું નિધન, એક્ટરે શેર કર્યો ઇમોશનલ VIDEO
'અનુપમા' ફેઇમ એક્ટર આશીષ મેહરોત્રાનાં પિતાનું નિધન, એક્ટરે શેર કર્યો ઇમોશનલ VIDEO
(PHOTO: @AashishMehrotra)
આશીષ મેહરોત્રા (Aashish Mehrotra) જે હાલમાં ટીવી શો 'અનુપમા'માં (Anupamaa) રુપાલી ગાંગુલી અને સુધાંશૂ પાંડે (અનુપમા-વનરાજ)નાં મોટા દીકરા પારિતોષ શાહની ભૂમિકામાં નજર આવે છે. તેનાં પિતાનું હાલમાં નિધન થઇ ગયું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસનાં કહરની વચ્ચે ટેલીવિઝન સેલિબ્રિટીઝ અને તેનાં પરિવારવાળાની સતત ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જ્યાં અવાર નવાર ઘણાં ટીવી સીરિયલ્સ બંધ થવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. એક તરફ સ્ટાર્સ કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યાં છે. આ વચ્ચે ટીવી સીરિયલ અનુપમાનાં સેટ પર પરેશાન કરનારી ખબર આવી છે.
આશીષ મેહરેત્રા (Aashish Mehrotra) જે ટીવી શો 'અનુપમા'માં રુપાલી ગાંગુલી અને સુધાંશૂ પાંડે (અનુપમા-વનરાજ)નાં મોટા દીકરા પારિતોષ શાહની ભૂમિકામાં નજર આવે છે. તેણે તેનાં પિતાએ ગુમાવી દીધા છે. આશીષ મેહરોત્રાનાં પિતાનું નિધન થઇ ગયું છે. અનુપમાનાં એક્ટરે તેનાં પિતાની સાથે વીડિયો અને કેટલીક યાદગાર તસવીર શેર કરી છે. આશીષે તેનાં પિતાને ઇમોશનલ શ્રદ્ધાંજલિ આપી છે.
આશીષ મેહરોત્રા (Ashish Mehrotra) એ તેનાં પિતાનો એક અનદેખો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આશીષ મેહરોત્રાએ આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'આપે ભલે જ મને આ દુનિયામાં છોડી દીધો છે પણ અંદરથી આપ મારી વધુ ક્લોઝ થઇ ગયા છે. અમારા શરીર ભલે અલગ હોય પણ આત્મા ક્યારેય નહીં થઇ શકે. અહીં સેલ્ફિશ થવા માફ કરજો. પણ આપ ફક્ત મારા પિતા છો મને ખબર છે કે આપે મને નથી છોડ્યો. કાશ હું એખ વખત આપને ફરી ગળે લગાવી શકતો. આઇ લવ યૂ પાપા યાર.. ઘણું બધુ કહેવાનું બાકી રહી ગયું હતું. '
આશીષે તેનાં પિતાની કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે આશીષની કેપ્શનમાં લખ્યું છે, 'ખિલખિલાટ ચહેરો.. દરેક તરફ ખુશીઓ ફેલાવતો હતો.. આપનું ભાંગડા કરવું.. હું આપને હમેશા આ રીતે યાદ કરવાં ઇચ્છુ છુ પાપા...'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર