Home /News /entertainment /Anupamaa નો 'સિંદૂર ખેલા'નો VIDEO VIRAL, રૂપાલી જૂની યાદો શેર કરી માન્યો આભાર
Anupamaa નો 'સિંદૂર ખેલા'નો VIDEO VIRAL, રૂપાલી જૂની યાદો શેર કરી માન્યો આભાર
વીડિયો ગ્રેબ
હાલમાં રૂપાલી ગાંગૂલીએ જે વીડિયો શેર કર્યો છે જેમાં તે સીંદૂર ખેલા રમતી નજર આવે છે. આ વીડયો તેનાં ફેન પેજ પર શેર થયો હતો જેનાં પર રૂપાલીની નજર પડી હતી અને તેમે ખુદે પણ આ વીડિયો શેર કર્યો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ રુપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પર તેનો જુનો વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેણે જૂની યાદો તાજા કરતા જૂનો વીડિયો શેર કર્યો છે. હાલનાં સમયમાં અનુપમા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને તે તેનાં પેજ પર તેની ટ્રિવિયા સ્ટોરીઝ (જૂની તસવીરો અને ફોટા) શેર કરતી રહેતી હોય છે.
હાલમાં તેણે જે વીડિયો શેર કર્યો છે જેમાં તે સીંદૂર ખેલા રમતી નજર આવે છે. આ વીડયો તેનાં ફેન પેજ પર શેર થયો હતો જેનાં પર રૂપાલીની નજર પડી હતી અને તેમે ખુદે પણ આ વીડિયો શેર કર્યો. આ જૂનો વીડિયો શેર કરવા પર રુપાલીએ ફેન પેજનો આભાર પણ માન્યો હતો.
આ વીડિયો શેર કરતાં રૂપાલીએ જણાવ્યું હતું કે, તેણે સારા ભાઇ વર્સેસ સારા ભાઇની બીજી સિઝન માટે વજન ઘટાડ્યું હતું આ વીડિયો તે સમયનો છે. હાલમાં રુપાલી 'અનુપમા'થી ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, આ શોનાં એક એપિસોડ માટે રુપાલી 60,000 રૂપિયા ચાર્જ લે છે. આ શો માટે છ હસિનાઓએ ના પાડી હતી જેમાં કસૌટી જીંદગી કીની શ્વેતા તિવારી, કહાની ઘર ઘર કીની સાક્ષી તંવર અને કુમ કુમ ભાગ્યની જુહી પરમાર પણ શામેલ હતી. જોકે ફાઇનલી આ રોલ રુપાલીનાં ફાળે ગયો અને હવે અનુપમાનાં પાત્રમાં રુપાલીએ રીતે વણાઇ ગઇ છે કે તેનાં સિવાય અન્ય કોઇ જ અનુપમા તરીકે પસંદ આવે તેમ નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર