Anupamaaએ જ્યારે કહ્યું,- 40 પછી 26ની કમર વગર આ કરવું સહેલું નહોતું...
Anupamaaએ જ્યારે કહ્યું,- 40 પછી 26ની કમર વગર આ કરવું સહેલું નહોતું...
અનુપમા
ટીવી શો 'અનુપમા' (Anupamaa) હાલમાં ટીવી પર સૌથી વધુ ટીઆરપી આપનારો શો છે. આ શોમાં લિડ રોલ અદા કરી રહેલી એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly)નું કહેવું છે કે, '40 થી વધુ ઊંમર અને 26 ઇંચની કમર ન હોવા છતા લિડ રોલ અદા કરવો ઘણી વખત ઘણું ચેલેન્જિંગ હોઇ શકે છે.
ટીવી શો અનુપમા (Anupamaa) હાલમાં ટીવી પર સૌથી વધુ ટીઆરપી આપનારો શો છે. આ શોમાં લિડ રોલ અદા કરી રહેલી એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly)નું કહેવું છે કે, '40 થી વધુ ઊંમર અને 26 ઇંચની કમર ન હોવા છતા લિડ રોલ અદા કરવો ઘણી વખત ઘણું ચેલેન્જિંગ હોઇ શકે છે. અને તેની એક્ટિંગ માટે ખુબજ વખણ થઇ રહ્યાં છે. 4 વર્ષની ઉંમરથી અનુપમા પડદા પર કામ કરે છે. હવે તે 40થી વધુ ઉંમરની થઇ ગઇ છે. અનુપમા ટીવીશોમાં લિડ કિરદાર અદા કરી રહી છે. પણ આ બધુ રુપાલી માટે એટલું સહેલું ન હતું.
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)એ તેનાં બાળકનાં જન્મનાં સાત વર્ષ બાદ સ્મોલ સ્ક્રીન પર વાપસી કરી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, 'મે સીરિયલ 'પરવરિશ' મારી પ્રેગ્નેન્સીને કારણે છોડી હતી. પછી હું એક બાળકની પરવરિશમાં લાગી ગઇ હતી. તે સમયને સંપૂર્ણ એન્જોય કર્યો છે. રૂપાલીએ શોમાં એક એવી મહિલા અનુપમાનો રોલ અદા કર્યો છે. જેનાં જીવનમાં નવાં સંઘર્ષ છે. રુપાલીનું કહેવું છે કે, ' '40 થી વધુ ઊંમર અને 26 ઇંચની કમર ન હોવા છતા લિડ રોલ અદા કરવો ઘણી વખત ઘણું ચેલેન્જિંગ હોઇ શકે છે. હું હમેશાં આશા કરતી હતી કે આ દર્શકોને પસંદ આવે. આફ કોઇ શોનું ભવિષ્ય તો નક્કી નથી કરી શકતા. પણ હું હજું પણ વિશ્વાસ નથી કરી શકીત કે આ બધુ મારી સાથે થઇ રહ્યું છે. અને હું બસ આશા રાખુ કે આ પરપોટો ફૂટે નહીં.
રુપાલી ગાંગુલી ફિલ્મ ડિરેક્ટર અનિલ ગાંગુલીની દીકરી છે એક્ટ્રેસાં પિતા બે વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
રુપાલી ગાંગુલીનાં આ શોમાં તેની સાથે એખ્ટર સુધાંસુ પાંડે છે. રુપાલીનું કહેવું છે કે, 'હું મારી જાતને ખુશનસીબ માનું છું અને 7 વર્ષ બાદ ટીવી પર મળેલી આ વાપસી પર ઘણી જ ખુશ છુંચ મને મારી જાતને સાબિત કરવાની એક તક મળી.' એક્ટ્રેસ વધુમાં કહે છે કે, 'મારો બસ તુક્કો લાગે છે. પણ અનુપમા બાદ તેમણે અનુભવ કર્યો કે, કોઇ રુપાલી ગાંગુલી નામની એક્ટ્રેસ છે જે સારી એક્ટિંગ કરી શકે છે.'
આપને જણાવી દઇએ કે, રુપાલી ગાંગુલી અને શોનાં લિડ એક્ટર સુધાંશુ પાંડે વચ્ચે હાલમાં અણબનાવની ખબર પણ સામે આવી હતી. ખબર છે કે, બંને વચ્ચે કંઇ જ બરાબર નથી અને તેઓ ઓફ કેમેરા એકબીજાથી વાત સુદ્ધા નથી કરતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર