મુંબઇ : ટીવી સિરિયલ અનુપમા (Anupama) માં અનુપમા અને અનુજ કાપડિયા ટૂંક સમયમાં જ લગ્નના (Anuj-Anupama Wedding) બંધનમાં બંધાવાના છે. બંનેની સગાઈ થઈ ચૂકી છે અને હવે તેમની પ્રી-વેડિંગ સેરેમની (pre-wedding ceremonies) ચાલી રહી છે. પિંકવિલાના અહેવાલ મુજબ, મિકા સિંહ (Mika Singh in Serial Anupama) અનુપમા અને અનુજની સંગીત સેરેમનીમાં જોડાશે અને ધૂમ મચાવશે. શોમાં મિકાની એન્ટ્રી વરરાજા અનુજ કાપડિયાના મિત્ર તરીકે થશે. અહેવાલ મુજબ, સંગીત વિશેષ એપિસોડ દરમિયાન શાહ અને કાપડિયા પરીવાર મીકા સિંહના સુપરહિટ ગીતો પર ઝૂમતા નજરે આવશે.
મિકા સિંહે અનુપમાના કલાકારો સાથે શૂટિંગ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો અને જણાવ્યું કે દરેકને ઝૂમતા જોઇને તેને ઘણો આનંદ થયો. પિંકવિલાને આપેલ નિવેદનમાં તેણે જણાવ્યું કે, “અત્યારે ભારતમાં સૌથી મોટા શો ‘અનુપમા’ ના સેટ પર મારા માટે આ એક અનોખો અનુભવ હતો. તમામ કલાકારો અને ક્રૂ મેમ્બરોએ ઉષ્માભર્યા સ્વાગતથી મને ઘર જેવો અનુભવ કરાવ્યો હતો. સેરેમની ધમાકેદાર રીતે શરૂ થઇ અને અમે એટલા મસ્તીમાં હતા કે સેરેમની રોકવા નહોતા માંગતા. મને બધા સાથે ગાવાની અને ડાન્સ કરવાની ખૂબ મજા આવી. વરરાજાના મિત્રનું પાત્ર નિભાવી હવે હું મારા પોતાના લગ્ન માટે ઉત્સાહી છું. આશા છે કે દરેક ક્ષણની ખાસ બનાવવા માટે મને તે ખાસ વ્યક્તિ મળશે. સ્ટાર ભારત પરના મારા નવા શો ‘સ્વયંવર – મિકા દી વોહતી’માં તમે આ બધાના સાક્ષી બનશો!”
દેશના લોકો માટે અનુપમા ટેલિવિઝન પરનો સૌથી લોકપ્રિય શો છે અને તે છેલ્લા એક વર્ષથી ટીઆરપી ચાર્ટ પર પણ રાજ કરી રહ્યો છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધિ શાહ અને પારસ કાલનાવત સહિત અન્ય કલાકારો પણ છે.
દરમિયાન, મિકા સિંહ હાલમાં તેના સ્વયંવર આધારિત રિયાલિટી શો ‘મિકા દી વોહતી’ માટે તૈયારી કરી રહ્યો છે. શોમાં પંજાબી સિંગર તેના લાઈફ પાર્ટનરની શોધ કરશે. અગાઉ, મિકાએ તે કેવા જીવનસાથીની શોધમાં છે તેના વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે 'સરળ, બુદ્ધિશાળી અને સમજદાર' હોવી જોઈએ. મિકાએ IANS ને કહ્યું કે, “હજુ તો શરૂઆત થઇ છે. મારે ખૂબ જ સરળ, બુદ્ધિશાળી અને સમજુ જીવનસાથી જોઈએ છે. તે સારું ભોજન બનાવી શકે છે અને જો તેને નહીં આવડે તો હું તેને શીખવીશ. મારા મનપસંદ સ્પર્ધકો અથવા બોલિવૂડ સેલેબ્સ જે શોમાં દેખાશે તેના વિશે હું પછીથી વિચારીશ. અત્યારે આ અંગે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું થઇ જશે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર