Anupama Upcoming Twist: સિરિયલ 'અનુપમા'ની કહાનીમાં એક પછી એક ચઢાવ-ઉતાર આવી રહ્યા છે. પાંખીના કારણે અનુપમાના જીવનમાં તબાહી મચી છે. શાહ પરિવારના લોકો અનુપમા પર જ આરોપ લગાવી રહ્યા છે. તે જ સમયે, બરખા પણ અનુપમાની પાછળ હાથ ધોઈને પડી છે. સીરીયલ 'અનુપમા'માં અત્યાર સુધી તમે જોયું હશે કે અનુપમા તેની કોલેજ લાઈફ એન્જોય કરે છે. કૉલેજમાં આવ્યા પછી અનુપમા ખૂબ ખુશ થઈ જાય છે. બીજી તરફ વનરાજ અનુપમાને ફોન કરીને હેરાન કરવાનું શરૂ કરે છે.
વનરાજ દાવો કરે છે કે પાંખીને અનુપમાની જરૂર છે. અનુપમા ફોન પર જ વનરાજને ખરી ખોટી સંભળાવે છે. દરમિયાન, પાંખી અનુપમા અને પરિવારના સભ્યોને મોટો આંચકો આપવા જઈ રહી છે.
સિરિયલ 'અનુપમા'ના આગામી એપિસોડમાં તમે જોશો, અનુપમા રાહ જોયા વિના વનરાજ પાસે જશે. અહીં બા અને વનરાજ અનુપમાની ક્લાસ લગાવશે. તે જ સમયે, અનુપમા તેની જવાબોથી બધાની બોલતી બંધ કરી દેશે. કાવ્યા પાંખીને દિવાળી ઉજવવાનું કહેશે. બીજી તરફ અનુપમા પણ અનુજ સાથે દિવાળી ઉજવશે.
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્નાના શૉમાં ટૂંક સમયમાં અનુજ અને અનુપમા ઓફિસમાં દેવી લક્ષ્મીની પૂજા કરશે. આ દરમિયાન અનુજ અનુપમાને તેના ઘરની લક્ષ્મી કહેશે. અનુજ પણ અનુપમા સામે માથું નમાવશે. આ દરમિયાન અનુજ અનુપમા એકબીજાને દિવાળીની ભેટ આપશે.
દિવાળીની પૂજા પહેલા જ ઘરમાંથી પાંખી ગાયબ થઈ જશે. પરિવારના સભ્યો પાંખીની શોધ શરૂ કરશે. વનરાજ વિલંબ કર્યા વિના અનુપમાને ઘરે બોલાવશે. અનુપમાને લાગશે કે પાંખી ઘરની આસપાસ છે. આ દરમિયાન જ, પાંખી અધિક સાથે ઘરમાં એન્ટ્રી કરશે. પાંખી અને અધિકને જોઈને અનુપમા સમજી જશે કે તેમના લગ્ન થઈ ગયા છે. પાંખીની માંગમાં સિંદૂર જોઈને અનુપમાના હોશ ઉડી જશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર