Anupama Upcoming Twist: પોપ્યુલર ટીવી સિરિયલ 'અનુપમા'માં ડ્રામા ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ તોશુએ અનુપમાનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. હવે પાંખી વનરાજ માટે માથાનો દુખાવો બની ગઈ છે. પાંખી એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે અધિક તેનો દુરુપયોગ કરી રહ્યો છે.
સીરિયલ 'અનુપમા'માં અત્યાર સુધી તમે જોયું હશે કે અનુપમા અનુજ સાથે દિવાળી ઉજવે છે. પૂજા પછી અનુજ અનુપમા એકબીજાને ગિફ્ટ આપે છે. બીજી તરફ પાંખી પોતાને તેના રૂમમાં બંધ કરી લે છે. કાવ્યા અને વનરાજ પાંખીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન, પાંખી અત્યાર સુધીનો સૌથી ખતરનાક નિર્ણય લેવાની છે.
સીરિયલના અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે, અનુપમા પાંખીને મનાવવા શાહ હાઉસ જશે. આ દરમિયાન, અનુપમા જોશે કે પાંખીના લગ્ન થઈ ગયા છે. પાંખી માંગમાં અધિકના નામનું સિંદૂર લગાવીને શાહ હાઉસ પહોંચશે. પાંખીની હાલત જોઈને વનરાજ સ્તબ્ધ થઈ જશે. તે જ સમયે, બા પાંખી પાસેથી ઝેર માંગશે.
અનુપમા પાંખીને ઝાટકશે
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્નાના શોમાં જોવા મળશે કે, ટૂંક સમયમાં પાંખીને તેના આ નિર્ણયનો પસ્તાવો થશે. અનુપમા પાંખીને બધાની સામે ઝાટકશે. અનુપમા દાવો કરશે કે પાંખીને તેના માતા-પિતામાં બિલકુલ વિશ્વાસ નથી. જ્યારે અનુજ મામલો સંભાળવાનો પ્રયાસ કરશે.
પાંખીના લગ્નના સમાચાર સાંભળતા જ વનરાજનો પારો સાતમા આસમાન પર પહોંચી જશે. વનરાજ રાહ જોયા વગર પાંખીનો સામાન ઘરની બહાર ફેંકી દેશે. વનરાજ પાંખીને તેના પતિ પાસે જવાનું કહેશે.
વનરાજની વાત સાંભળીને પાંખી રડવા માંડશે. જે પછી પાંખી અને અધિક અનુપમા અને અનુજ સાથે રવાના થઇ જશે. ટૂંક સમયમાં જ પાંખી સમજી જશે કે અધિકે માત્ર પૈસા માટે જ તેની સાથે લગ્ન કર્યા છે. તે સમયે પાંખી તેની કિસ્મત માટે રડશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર