Home /News /entertainment /Anupamaa: અનુપમાના એપિસોડ્સના આ પાંચ ડાયલોગ્સ, જે ભારતીય સમાજની વરવી વાસ્તવિકતા ઉજાગર કરે છે
Anupamaa: અનુપમાના એપિસોડ્સના આ પાંચ ડાયલોગ્સ, જે ભારતીય સમાજની વરવી વાસ્તવિકતા ઉજાગર કરે છે
અનુપમા
અનુપમા (Anupamaa) ના હાલના એપિસોડમાં આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. આ એપિસોડમાં બા, વનરાજ કે રાખી જે પણ કહી રહ્યાં છે તે કઠોર તો છે જ સાથે સમાજની માનસિકતા પણ છતી કરે છે.
અનુપમા (Anupama) શો ખૂબ જ ખ્યાતનામ છે. તાજેતરના એપિસોડમાં અનુપમાના જીવનમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. હોળીની ઉજવણી દરમિયાન અનુજ કાપડિયાએ અનુપમા પ્રત્યેના તેમના પ્રેમ અને લાગણીની દરેકની સામે જાહેર કર્યા પછી આ ઉથલપાથલ શરૂ થઈ છે. આ ઘટના પછી બાએ આ વાતનો વિવાદ કર્યો હતો અને ટૂંક સમયમાં દાદી બનવા જઈ રહેલી વ્યક્તિ લગ્ન કરવાનું વિચારી પણ ન શકે તેવું કહ્યું હતું. તેમણે આ સંબંધો સમાજ સ્વીકારશે નહીં તેવું કહી અનુપમાને અનુજ સાથેના સંબંધો પૂરા કરવા કહ્યું હતું.
આ બધાની વચ્ચે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, અનુપમાના હાલના એપિસોડમાં આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. આ એપિસોડમાં બા, વનરાજ કે રાખી જે પણ કહી રહ્યાં છે તે કઠોર તો છે જ સાથે સમાજની માનસિકતા પણ છતી કરે છે.
અહીં અનુપમાના હાલના એપિસોડમાં સાંભળવા મળેલા ટોપ 5 ડાયલોગ્સ અપાયા છે. જે તમારા અંતરાત્માને હચમચાવી નાખે તેવા છે અને આપણા સમાજની વરવી વાસ્તવિકતા રજૂૂ કરે છે.
પાપાકી શાદી ફિર ભી એક્સેપ્ટેબલ થી ક્યોંકી પાપા લોગ દુસરી શાદી કર સકતે હે પર મમ્મી નહી કરતી. ડોન્ટ ઈવન થિંક અબાઉટ ઈટ (પપ્પાના લગ્ન તો હજી સ્વીકાર્ય છે, તે લોકો બીજા લગ્ન કરી શકે છે પણ મમ્મી નથી કરતી, આ વિશે વિચારવું પણ નહી.)- પાખી
દાદી કી શાદી નહી હોતી (દાદીના લગ્ન નથી થતી.)- વનરાજ
અમેરિકા મે દાદી શાદી કરતી હોગી, પર યહાં તો ભજન કરતી હૈ ઔર અનુપમા ભી વહી કરેગી (અમેરિકામાં દાદીઓ લગ્ન કરતી હશે, અહીંયા તો ભજન કરે છે અને અનુપમા પણ એજ કરશે.)- બા યે સમાજ હમારે સાથ નહી ચલતા હૈ, હમે સમાજ કે સાથ ચલના પડતા હૈ. યે પઢાઈ, પ્યાર, શાદી, બચ્ચે - સબકી એક ઉમર હોતી હૈ. હમારે યહાં તો દાદા-દાદી બને કે બાદ ગોવા નહીં જાતે, ઔર યે હનીમૂન પર જા રાહી હૈ. દાદી સત્સંગ કરતી હુઈ અચ્છી લગતી હૈ, શાદી કરતે હુએ નહી.- બા ( આ સમાજ આપમા પ્રમાણે નથી ચાલતો આપણે સમાજ પ્રમાણે ચાલવું પડે છે. આ શિક્ષણ, પ્રેમ, લગ્ન, બાળકો બધાની એક ઉંમર હોય છે. આપણે ત્યાં દાદા દાદી બન્યા પછી ગોવા નથી જતા અને આ હનીમૂન પર જશે. દાદી સત્સંગ કરતી સારી દેખાય છે, લગ્ન કરતી નહી)
પુરુષ કો બંધને કે લિયે સમાજ કે પાસ સિર્ફ એક ધાગા હોતા હૈ - જીમ્મેદારી. લેકીન સ્ત્રી કો બંધને કે લિયે સિર્ફ એક ધાગા નહીં, 100 બેડિયાં હોતી હૈ - જીમ્મેદારી, રિશ્તે, ઉમર, પરિવાર, ઈજ્જત, બદનામી, સંસ્કાર ઔર ના જાને ક્યા ક્યા- બાપુજી. (પુરુષને બાંધવા માટે માત્ર એક બાધાવ હોય છે તે છે જવાબદારી, પણ સ્ત્રીને બાંધવા માટે 100 બેડિયો હોય છે- જવાબદારી, બદનામી, સંબંધો, ઉંમર, પરિવાર. ઈજ્જત, બદનામી, સંસ્કાર અને આ સિવાય પણ કેટલુંએ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર