Home /News /entertainment /'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ વીકેન્ડ પર કર્યો હેપ્પી ડાન્સ, ફેન્સે કહ્યું- અનુજને પાર્ટનર મળી ગયો એટલે...
'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીએ વીકેન્ડ પર કર્યો હેપ્પી ડાન્સ, ફેન્સે કહ્યું- અનુજને પાર્ટનર મળી ગયો એટલે...
અનુપમા રૂપાલી ગાંગુલી ડાન્સ વીડિયો
ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali ganguly) ની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેને દેશભરમાં સિરિયલ 'અનુપમા' (Anupama) માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે ઘરની પ્રિય બની ગઈ છે
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali ganguly) ની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તેને દેશભરમાં સિરિયલ 'અનુપમા' (Anupama) માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તે ઘરની પ્રિય બની ગઈ છે. રૂપાલી ગાંગુલી અનુપમા પહેલા પણ 'સારાભાઈ વર્સીસ સારાભાઈ', 'અદાલત' અને 'આપકી અંતરા' સહિતની ઘણી સીરિયલ્સમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં દરેક વર્ગના દર્શકો તેને ફોલો કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી.
હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે વીકેન્ડ પર હેપ્પી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ગાઉન પહેર્યું છે અને તે અદ્ભુત એક્સપ્રેશન્સ આપી રહી છે. પહેલા તો તે સોફા પર બેસીને ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે. પછી તે ઊભી થાય છે અને ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂપાલી ગાંગુલીએ ડાન્સ સાથે કેપ્શનમાં લખ્યું- મારો વર્તમાન મૂડ. મારા શનિવારનો હેપી શનિવાર ડાંસ.
રૂપાલી ગાંગુલીના આ ડાન્સ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. લોકો તેમના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેમને હાર્ટ ઇમોજી મોકલીને પ્રેમ દર્શાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે - વાહ ખૂબ જ સુંદર. અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી છે - પરમસુંદરી. તો, રૂપાલી ગાંગુલીના એક ચાહકે લખ્યું છે - અનુજને જીવનસાથી મળી ગયો છે. ઘણા લોકો તેને કહી રહ્યા છે કે, તે 'સારાભાઈ વર્સીસ સારાભાઈ'ના સમયથી તેના ફેન છે.
અનુપમા સિરિયલની વાત કરીએ તો અનુપમા અને અનુજનો ટ્રેક હાલમાં સિરિયલમાં બતાવવામાં આવી રહ્યો છે, જેમાં અનુજની બહેન માલવિકાની પણ એન્ટ્રી થઈ છે. નવા વર્ષને આવકારવા માટે શાહ પરિવારને શો બતાવવામાં આવ્યો હતો, ત્યારે અનુપમા માલવિકાના ભૂતકાળ વિશે જાણીને દંગ રહી ગઈ હતી. હવે શોમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.
અનુજ અને અનુપમા પતંગ સ્પર્ધામાં ભાગીદાર હશે અને પ્રેક્ષકો હાલમાં અનુજ અને અનુપમાની ધીમે ધીમે આગળ વધી રહેલી પ્રેમ કથાનો આનંદ માણી રહ્યા છે. બંનેનો રોમાંસ પણ લોકોને પસંદ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સીરિયલ ટીઆરપીની રમતમાં પણ ટોચ પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર