'Anupamaa'ની માતા માધવી ગોગટેનું નિધન, રૂપાલી ગાંગુલીએ લખી ઇમોશ્નલ નોટ

ફાઇલ તસવીર

58 વર્ષના માધવી ગોગટેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું.

  • Share this:
    મુંબઈ: 'અનુપમા' (Anupamaa) ફેમ માધવી ગોગટેનું (Madhavi Gogate Death) રવિવારે અવસાન થયું છે. તેમણે આ શોમાં રૂપાલી ગાંગુલી (Rupalee Ganguli) , 'અનુપમા'ની માતાની ભૂમિકા ભજવી હતી. માધવીને થોડા દિવસો પહેલા જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, માધવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે સ્વસ્થ પણ થઈ રહી હતી. પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને રવિવારે (21 નવેમ્બર) બપોરે તેમનું અવસાન થયું હતુ.

    માધવી ગોગટેની ભૂતપૂર્વ સહ-અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવનાત્મક નોટ શેર કરી અને તેણીને શ્રદ્ધાંજલિ આપી. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર માધવી ગોગટેની હસતી તસવીર શેર કરી છે. અને લખ્યું હતું કે, "ઘણું અકળ રહ્યું છે... સદગતિ માધવી જી." માધવીએ અગાઉ 'અનુપમા'માં રૂપાલી ગાંગુલીના પાત્ર અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી.

    (ફોટો ક્રેડિટ્સ:Instagram @rupaliganguly)


    પીઢ અભિનેત્રી અને તેની મિત્ર નીલુ કોહલીએ પણ તસવીર સાથે માધવી માટે ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું, "માધવી ગોગટે મારી પ્રિય મિત્ર...ના...મને વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને ગયા. દિલ તૂટી ગયું માધવી. તારી વિદાયની ઉંમર આટલી ન હતી.. તું બહુ નાની હતી.. યે મુઆ કોરોના…. P.S: મેં કદાચ ફોન ઉપાડ્યો હોત અને તારી સાથે વાત કરી હોત જ્યારે તમે મેસેજનો જવાબ આપ્યો ન હતો. હું હવે ફક્ત તેનો અફસોસ કરી શકું છું."

    (ફોટો ક્રેડિટ્સ: Instagram @nilukohli)


    58 વર્ષના માધવી ગોગટેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. માધવીએ ફિલ્મો અને ટીવી શોમાં શાનદાર કામ કર્યું છે. તેને અશોક સરાફ સાથેની મરાઠી ફિલ્મ 'ઘનચક્કર'થી લોકપ્રિયતા મળી હતી. તેમના લોકપ્રિય નાટકોમાં 'ભ્રમચા ભોપાલા' અને 'ગેલા માધવ કુનિકડે'નો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો - Kartik Aryan Birthday: શું તમે જાણો છો કે કેટલો પૈસાદાર છે બર્થડે બોય કાર્તિક આર્યન!

    માધવી ગોગટે ટીવી સિરિયલ્સ તાજેતરમાં મરાઠી ટીવી શોમાં સિરિયલ 'તુજા માજા જમાતે'થી ડેબ્યૂ કર્યું હતું. માધવીએ 'કોઈ અપના સા', 'ઐસા કભી સોચા ના થા', 'કહીં તો હોગા' અને 'અનુપમા' જેવી ઘણી ટીવી સિરિયલોમાં ઉત્તમ અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published: