કાવ્યાની બદ્તમીઝી પર 'અનુપમા' પરિવાર સામે મારશે થપ્પડ, જુઓ શોનો લેટેસ્ટ પ્રોમો

કાવ્યાની બદ્તમીઝી પર 'અનુપમા' પરિવાર સામે મારશે થપ્પડ, જુઓ શોનો લેટેસ્ટ પ્રોમો
કાવ્યાની બદ્તમીઝી પર 'અનુપમા' પરિવાર સામે મારશે થપ્પડ

હાલમાં ટીવીની કોઇ સિરિયલ ટીઆરપીની રેસમાં છેલ્લાં ઘણાં અઠવાડિયાઓથી નંબર વનની પોઝિશન પર હોય તો તે છે 'અનુપમા'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અનુપમા TRPની રેસમાં નંબર વન પર છે. અનુપમા, કાવ્યા અને વનરાજની આ જોડી અને શોની સ્ટોરી લાઇન દર્શકોને પસંદ પડી રહી છે અને શોનાં તમામ સ્ટાર કાસ્ટની એક્ટિંગ એટલી જાનદાર છે કે તે દર્શકોને જકડી રાખે છે.

  હાલમાં જ શોનો નવો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં પારિતોષ અને કિંજલનાં લગ્ન બતાવવામાં આવી રહ્યાં છે. આ લગ્નમાં હસ્તમેળાપ સમયે અચાનક જ કાવ્યા આવે છે અને તે પણ મંડપમાં તેનો હાથ હસ્તમેળાપમાં આગળ વધારે છે. ત્યારે તેની આ બદ્તમીઝી પર અનુપમા તેનાં પર ગુસ્સે થાય છે.

  આ સમયે કાવ્યા કહે છે તેનો પણ હક છે તેવામાં અનુપમા તેનો હાથ પકડીને તેને મંડપની બહાર લઇ જાય છે અને કહે છે કે તે મારા લગ્નમાં જે કર્યું તે કર્યું પણ હું મારા દીકરાનાં લગ્નમાં તને કોઇ તમાશો નહીં કરવા દવું.. આ સમયે કાવ્યા અનુપમાને જેમ ફાવે તેમ બોલે છે જેનાં જવાબમાં અનુપમા તેને થપ્પડ મારી દે છે. વેલ આ તો શોનાં પ્રોમોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આ એપિસોડ આ બે દિવસમાં દર્શાવવામાં આવી શકે છે.

  આ પણ વાંચો- રજનીકાંત હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ, બ્લડ પ્રેશરમાં છે ઉતાર ચઢાવ

  આપને જણાવી દઇએ કે, શો હાલમાં દર્શકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. શોનાં પાત્રો પણ તેમનાં સોશિયલ મીડિયા પેજ પર તેમનાં શો અંગે અવાર નવાર સ્ટોરી શેર કરતાં રહે છે.
  Published by:Margi Pandya
  First published:December 25, 2020, 16:46 pm

  ટૉપ ન્યૂઝ