સ્વયંવરઃ મીકા દી વોહતી (Swayamvar: Mika Di Vohti)માં અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પહોંચી હતી. શોમાં રૂપાલી ગાંગુલી મહેંદી અને હલ્દી સ્પેશિયલ એપિસોડમાં સામેલ થઈ. રૂપાલી શોમાં ટોપ 3 દુલ્હન નીત મહલ (Neet Mahal), આકાંક્ષા પુરી (Akanksha Puri),અને પ્રાંતિકા દાસ (Prantika Das)ની લગ્નની વિધિમાં સામેલ થઈ. લગ્નની વિધિને જોઈ તેણે પોતાના અસલી લગ્નની યાદ આવી ગઈ.
રૂપાલી ગાંગુલીએ પોતાવા લગ્નના દિવસને યાદ કરતા જણાવ્યું કે, કેવી રીતે ઉતાવળમાં તેણે અશ્વિનની સાથે લગ્ન કર્યા હતા. ટીવીની અનુપમાએ જણાવ્યું કે, મારા લગ્ન થોડા અલગ હતા. મેં મારા પતિ માટે 12 વર્ષ લાંબી રાહ જોઈ હતી, કેમ કે તે અમેરિકામાં હતો અને હું ભારતમાં રહેવા માગતી હતી. તે લગભગ 4 ફેબ્રુઆરીના રોજ આવ્યો હતો અને કહ્યું-પરમ દિવસે લગ્ન કરી લઈએ.
‘અનુપમા’એ કહ્યું, હું ડેલી સોપ કરી રહી હતી અને બે દિવસની રજા માગી. મારા પ્રોડ્યુસરે કહ્યું તો તેમને કહ્યું- ‘તારો ટ્રેક ચાલી રહ્યો છે, તું કેવી રીતે રજા લઈ શકે છે. તને કેમ રજા જોઈએ છે? ત્યારે મારે મારા લગ્નની વાત જણાવવી પડી. અમે અમારા પેરેન્ટ્સને જણા્યું.’ રૂપાલીએ આગળ જણાવ્યું કે, હું ઘણી અપસેટ હતી કે લગ્નની કોઈ વિધિ નહીં થાય. મેં મારા એપિસોડ શૂટ કરી દીધા અને બે દિવસની રજા લઈ લીધી.
રૂપાલીએ આગળ કહ્યું કે, હું મારા લગ્નને લઈ એટલી ખુશ હતી કે મેં મારા ખભા સુધી મહેંદી લગાવી હતી, સવારે 4 વાગ્યા સુધી મહેંદી ફંક્શન ચાલ્યું હતું. તે સાથે હલ્દી સેરેમની પણ થઈ, કેમ કે ટાઈમ જ નહોતો. 6 ફેબ્રુઆરીના રોજ રજિસ્ટ્રાર જવાનું હતું. હું ગઈ અને સવારે વેડિંગ સાડી ખરીદી. મેં તેણે એક બ્લાઉઝ આપ્યો અને કહ્યું આ મેચ પ્રમાણે સાડી આપી દો. મારો પતિ મોડો પડ્યો હતો. તે શર્ટ અને જીન્સમાં લગ્ન કરવા આવ્યો.
તેણે લાગ્યું કે તેણે હવે સાઈન કરવી પડશે. મારા પપ્પાએ 15 મિનિટ પહેલા જણાવ્યું કે તેઓ કન્યાદાન કરવા માગે છે. પછી જેમ તેમ કરી પંડિતની વ્યવસ્થા કરી. અશ્વિન ગાડી પણ પાર્ક ન કરી શક્યો અને પંડિતે મંત્ર વાંચવાનું શરૂ કરી દીધું. આ રીતે મારા લગ્ન 15 મિનિટમાં અને મહેંદી 4 કલાકમાં થઈ હતી. જો કે મારી પાસે પતિના રૂપમાં એક હીરો છે, જે હંમેશાં મને સપોર્ટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર