Home /News /entertainment /રીઅલ લાઇફમાં ખૂબ જ હોટ છે અનુપમાની સૌતન ‘કાવ્યા’: બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ, બેક ટેટૂએ આકર્ષણ જમાવ્યું

રીઅલ લાઇફમાં ખૂબ જ હોટ છે અનુપમાની સૌતન ‘કાવ્યા’: બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ, બેક ટેટૂએ આકર્ષણ જમાવ્યું

કાવ્યાની ભૂમિકા ભજવનારી મદાલસા શર્મા પડદા પર જેટલી ગ્લેમરસ દેખાય છે, તેટલી રિયલ લાઇફમાં પણ છે. મદાલસા શર્મા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

Madalsa Sharma Hot Photos: ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાનો રોલ કરનાર મદાલસા શર્માનો બોલ્ડ અને સિઝલિંગ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી બેકલેસ ટોપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અનુપમા સીરિયલ (Anupama TV Serial) લાંબા સમયથી ટીઆરપી લિસ્ટ (TRP List)માં ટોપ પર છે. અનુપમા સીરીયલના તમામ પાત્રોએ ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અનુપમામાં કાવ્યા (Kavya)નું પાત્ર શરૂઆતના સમયમાં એકદમ નેગેટિવ બતાવવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં મેકર્સ દ્વારા તેને સારી ફ્રેમમાં મૂકવામાં આવી છે.

કાવ્યાની ભૂમિકા ભજવનારી મદાલસા શર્મા (Madalsa Sharma) પડદા પર જેટલી ગ્લેમરસ દેખાય છે, તેટલી રિયલ લાઇફમાં પણ છે. મદાલસા શર્મા તેના કામ તેમજ નવા લુક માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

આ પણ વાંચો : ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Madalsa M Chakraborty (@madalsasharma)






મદાલસા શર્મા રીયલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ અને બિંદાસ છે. તે પોતાની અદાઓથી સોશ્યલ મીડિયા પર ફેન્સનું દિલ જીતી લે છે. એટલું જ નહીં તે પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. હોટનેસના મામલે મદાલસા આજકાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપી દે છે. અને તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો (Madalsa Sharma Latest Photos) આ વાતની સાક્ષી પૂરે છે.

મદાલસા શર્માની નવા ફોટોઝ વાયરલ


મદાલસા શર્મા અવાર નવાર પોતાની નવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફેન્સને મદાલસાનો દરેક લુક પસંદ આવે છે. હાલમાં જ મદાલસાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે. ફોટોઝમાં તે બ્લેક સાટિન બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ બેઝ કલરનું શોર્ટ સ્કર્ટ કેરી કર્યું છે. મદાલસાએ સટલ મેકઅપથી પોતાના લુકને ફાઇનલ ટચ આપ્યો છે. તેણે કોઈ પણ પ્રકારની જ્વેલરી પહેરી નથી. તેણે સોફ્ટ કર્લ્સ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે.



આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

નવા ફોટામાં મદાલસા શર્મા ખૂબ જ ગ્લેમરસ અને સિઝલિંગ લાગી રહી છે. સિરિયલ અનુપમામાં મદાલસાને હવે તેના પાત્ર માટે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. મદાલસાનું બદલેલું પાત્ર ફેન્સને ઘર તોડનાર તરીકે નહીં પરંતુ ઘરના લોકોને કનેક્ટ કરનાર તરીકે દેખાવા લાગ્યું છે.

અહીં ઉલ્લેખનિય છે કે, મદાલસા બોલિવૂડ ડિસ્કો કિંગ મિથુન ચક્રવર્તીના પુત્રની પત્ની છે. મદાલસા પોતાની એક્ટિંગના આધારે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે. તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. જેમાં ‘મેરા ઇરાદા’ અને ‘એંજલ’ જેવી ફિલ્મો સામેલ છે.
First published:

Tags: Anupama, Anupamaa, Madalsa Sharma, Tv actress