કોરિયન સિરીઝ Squid Gameનો ભારતીય એક્ટર રાતોરાત બની ગયો સ્ટાર, માતાએ આપી તેને આ બે શીખ

અનુપમ ત્રિપાઠી (Anupam Tripathi) સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. (ફોટો: sangipaiya instagram)

કોરિયન સિરીઝ સ્ક્વિડ ગેમ (Squid Game)ની અપાર સફળતા બાદ અભિનેતા અનુપમ ત્રિપાઠી (Anupam Tripathi) સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. આજકાલ અનુપમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. સોશ્યલ મીડિયા પર તેને લાખો લોકો સર્ચ કરી રહ્યા છે અને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

 • Share this:
  મુંબઈઃ નેટફ્લિક્સની કોરિયન સીરિઝ સ્ક્વિડ ગેમ (Squid Game)ની અપાર સફળતા બાદ અભિનેતા અનુપમ ત્રિપાઠી (Anupam Tripathi) સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. ભારતીય મૂળના આ અભિનેતાને તેના કેરેક્ટર અલી અબ્દુલ (Ali Abdul) અથવા તો ‘પ્લેયર નંબર 199’ તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ અનુપમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. સોશ્યલ મીડિયા પર લાખો લોકો તેને સર્ચ કરી રહ્યા છે અને અભિનંદન આપી રહ્યા છે.

  અનુપમ ત્રિપાઠી (Anupam Tripathi) એ News18 સાથેની વાતચીતમાં કહ્યું કે, કઈ રીતે 17 સપ્ટેમ્બરે શો લૉન્ચ થયા બાદ તેના ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ 3000થી વધીને 3 મિલ્યન થઈ ગયા. લોકોએ તેની એક્ટિંગ અને શો વિશે ખુલ્લીને વખાણ કર્યા.

  આ પણ વાંચો: ઍમેઝોન પ્રાઇમનાં ગ્રાહકોને જલસો, માણી શકશે 8 ઓટીટી ઍપ હવે એક જ પ્લૅટફૉર્મ પર

  તેણે કહ્યું હતું કે, 17 સપ્ટેમ્બર સુધી, હું લગભગ 3000 લોકોને જાણતો હતો. શોના લાઈવ થયાના અમુક કલાકો બાદ, મને મેસેજ આવવા લાગ્યા અને તે હજુ પણ બંધ નથી થયા. મારા ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સ 50,000થી 1 મિલ્યન અને 1 મિલ્યનથી 1.5 મિલ્યન જે રીતે વધ્યા તે આશ્ચર્યજનક હતું. મને આ પ્રકારના રિએક્શનની અપેક્ષા ન હતી અને હું ખુશ છું કે આવું થયું. લોકો અલી વિશે પૂછી રહ્યા હતા. પહેલા લોકો મારા પાત્ર વિશે પૂછતા હતા પછી મારા વિશે.
  અનુપમ ત્રિપાઠી (Anupam Tripathi) છેલ્લા 11 વર્ષથી કોરિયામાં રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે. તેનો જન્મ અને ઉછેર દિલ્હીમાં થયો, જ્યાં તેની માતા હજુ પણ રહે છે. માતાને આ સફળતા વિશે કઈ રીતે જણાવ્યું – પૂછાયેલા આ સવાલ પર અનુપમે જણાવ્યું કે, તે ખૂબ જ પ્રેમાળ છે. મેં એમને કહ્યું કે, તેમના પુત્ર વિશે હવે દુનિયાભરમાં પૂછા થઈ રહી છે. તે મારા માટે બહુ જ ખુશ હતી અને તેમણે મને શુભેચ્છાઓ આપી. તેમણે મને કહ્યું કે, બહુ ઉડતો નહીં. પગ જમીન પર રાખજે. નમ્રતા અને એ પ્રકારનો ઉછેર તેમણે મારો કર્યો છે. હું તેમનો અત્યંત આભારી છું. મારા બધા સંબંધીઓ અને જેમને હું ઓળખું છું એ તમામ લોકો આ શોથી ખુશ છે અને તેમની પાસે કહેવા માટે માત્ર સારી બાબતો છે.’
  Published by:Nirali Dave
  First published: