Home /News /entertainment /

અનુપમ ખેરનું ટ્વિટ- કાશ્મીર સમસ્યાનું સમાધાન શરૂ

અનુપમ ખેરનું ટ્વિટ- કાશ્મીર સમસ્યાનું સમાધાન શરૂ

અનુપમ ખેર (ફાઇલ તસવીર)

અનુપમ ખેરે કરેલા ટ્વિટ પર યૂઝર્સ પોતાના પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો તેના ટ્વિટની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

    જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અભિનેતા અનુપમ ખેરે આ મુદ્દે ટ્વિટ કર્યું છે. અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું કે, "કાશ્મીર સમસ્યાનું સમાધાન શરૂ થઈ ગયું છે." અનુપમ ખેરના આ ટ્વિટને આ સમાચાર 46 હજારથી વધારે લોકો લાઇક કરી ચુક્યા છે, અને સાડા છ હજારથી વધારો લોકો તેને રિ-ટ્વિટ કરી ચુક્યા છે.

    અનુપમ ખેરના આ ટ્વિટને કાશ્મીરમાં વઘારાના સૈન્યની તહેનાતી અને રાજ્યના મોટા નેતાઓને નજરકેદ કરવાની ઘટનાઓને જમ્મુ-કાશ્મીરની સમસ્યા માટે સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

    અનુપમ ખેરે કરેલા ટ્વિટ પર યૂઝર્સ પોતાના પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો તેના ટ્વિટની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

    નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં હાલ તણાવપૂર્ણ માહોલ બની ગયો છે. આના વચ્ચે સમાચાર આવ્યા છે કે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને રવિવારે મોડી રાત્રે નજરકેદ કરી લેવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા ઉસ્માન માજિત અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી નેતા એમ વાઇ તારિગામીએ આ દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે અને સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે આ નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. નજરકેદ કર્યા બાદ ઉમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.

    પોલીસ અધિકારીઓ જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિને ઘર બહાર નીકળવાની પરવાનગી નથી, કારણ કે આતંકવાદી ધમકી અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સાથે વધતી દુશ્મનીને જોઈને સ્થિતિ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન જમ્મુ અને શ્રીનગરમાં સોમવારે સવારે છ વાગ્યાથી કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Article 35 A, Jammu and kashmir, અનુપમ ખેર, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन