Home /News /entertainment /આલિયા ભટ્ટના ભરપેટ વખાણ કરતાં અનુપમ ખેરે લખ્યું કંઇક એવું, કંગના રનૌતના રિએક્શનની રાહ જોવા લાગ્યા લોકો

આલિયા ભટ્ટના ભરપેટ વખાણ કરતાં અનુપમ ખેરે લખ્યું કંઇક એવું, કંગના રનૌતના રિએક્શનની રાહ જોવા લાગ્યા લોકો

અનુપમે કર્યા આલિયાના વખાણ

Anupam Kher: અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આલિયા ભટ્ટ સાથે પોતાની એક તસવીર શેર કરતાં એક્ટ્રેસના વખાણ કર્યા છે. તેવામાં ફેન્સ કંગનાના રિએક્શનની રાહ જોઇ રહ્યાં છે.

Anupam Kher Shared Alia Bhatt Pics: રવિવારે મુંબઈમાં સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અનુપમ ખેર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન, 'શિવ શાસ્ત્રી બલ્બોઆ' એક્ટરે આલિયા ભટ્ટ સાથે એક તસવીર ક્લિક કરી. જે બાદ અનુપમ ખેરે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ સાથેની પોતાની તસવીર શેર કરી હતી.

અનુપમે એક્ટ્રેસ માટે એક સુંદર નોટ પણ લખી હતી. તેણે આલિયાને 'બોર્ન એક્ટ્રેસ' હોવા અંગે ચીડવતા તેના વખાણ પણ કર્યા હતા. જે બાદ ફેન્સ કંગનાના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Bigg Boss 16: 80 હજારના શૂઝ અને 1.5 કરોડની ચેન, બિગ બોસ 16ના વિનર એમસી સ્ટેન પાસે છે અધધ સંપત્તિ

અનુપમ ખેરે આલિયા માટે એક સુંદર નોટ લખી


અનુપમ ખેરે ઈન્સ્ટા પર શેર કરેલા ફોટામાં આલિયા અને અનુપમ ખેર કેમેરા માટે સ્માઇલ આપતા જોવા મળે છે. આલિયાએ પણ અનુપમના ખભા પર હાથ રાખ્યો છે. તસવીર શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું, "ડિયર આલિયા ભટ્ટ! આટલા લાંબા સમય પછી તને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના રિસેપ્શનમાં મળીને ખૂબ જ આનંદ થયો. તે દિવસો વિશે તારી સાથે વાત કરવી ખૂબ જ ગમી જ્યારે તુ (એક્ટિંગ) સ્કૂલમાં હતી અને હું કેવી રીતે તને બોર્ન એક્ટ્રેસ તરીકે હંમેશા ચીડવતો હતો. તારા પર્ફોર્મન્સને અઢળક પ્રેમ ખાસ કરીને ગંગુબાઈ કાઠિયાવાડી માટે જેમાં તુ શાનદાર હતી. કીપ ગોઇંગ! હંમેશા પ્રેમ અને પ્રાર્થના!"








View this post on Instagram






A post shared by Anupam Kher (@anupampkher)






જણાવી દઈએ કે અનુપમ ખેરની એક એક્ટિંગ સ્કૂલ છે જેનું નામ 'એક્ટર પ્રિપેર્સ' છે. દીપિકા પાદુકોણ અને વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સે આ સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે.

કંગનાના રિએક્શનની રાહ જોઈ રહ્યા છે ફેન્સ


તે જ સમયે, અનુપમ ખેરે આલિયાની તસવીર સાથે પ્રશંસાથી ભરેલી નોટ શેર કરતાની સાથે જ ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એકે કોમેન્ટમાં લખ્યું, 'કોઈ ચેક કરે કે કંગના ઠીક છે કે નહીં.' અન્ય એક યુઝરે કહ્યું, "કંગના રનૌતના રિએક્શનની હવે વધુ રાહ જોઈ શકતો નથી... અનુપમ તમે આગામી ટાર્ગેટ છો. જો આ વર્ષે તો તે ચોક્કસપણે તમને નિશાન બનાવશે, બસ રાહ જુઓ." બીજાએ લખ્યું, "ઓએમજી હવે કંગના તેના પર પણ એટેક કરશે. તે આલિયાની ખૂબ ઈર્ષ્યા કરે છે."

આ પણ વાંચો :  Dream Girl 2 teaser: પૂજા બનીને આયુષ્માન ખુરાનાએ શાહરૂખ સાથે કર્યુ ફ્લર્ટ, મજેદાર છે ડ્રિમ ગર્લ 2નું ટીઝર

અનુપમ ખેર સાથે 'ઇમરજન્સી'માં જોવા મળશે કંગના


તમને જણાવી દઈએ કે અનુપમ અને કંગના અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'માં સાથે જોવા મળશે, બંને વચ્ચે સ્વીટ બોન્ડિંગ છે. જ્યારે કંગના અને આલિયા વિશે આવું ન કહી શકાય. જોકે આલિયાએ જાહેરમાં કંગના વિશે વધુ કંઇ કહ્યું નથી અને અગાઉના ઈન્ટરવ્યુમાં તેની એક્ટિંગ અને કામની પ્રશંસા પણ કરી છે.



બીજી તરફ કંગનાએ ઘણીવાર આલિયા પર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી નિશાન સાધ્યું છે. હાલમાં જ કંગનાએ બોલિવૂડ 'કસાનોવા' અને તેની પત્ની પર એક સિક્રેટ નોટ શેર કરી હતી. Reddit યુઝર્સ અનુસાર, કંગના રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તરફ ઈશારો કરી રહી હતી. તેણે તેમાંથી કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમની લાઇફની ઘણી ડિટેલ્સ શેર કરી છે.
First published:

Tags: Alia Bhatt, Bollywood actor, Bollywood Latest News, Kangana ranaut