બ્લડ કેન્સરથી લડી રહી છે કિરણ ખેર, અનુપમ ખેર બોલ્યા- 'તે ફાઇટર છે, જલ્દી ઠીક થશે'

બ્લડ કેન્સરથી લડી રહી છે કિરણ ખેર, અનુપમ ખેર બોલ્યા- 'તે ફાઇટર છે, જલ્દી ઠીક થશે'
અનુપમ ખેર અને કિરન ખેર

અનુપમ ખેર (Anupam Kher)એ તેનાં દીકરા સિકંદરની સાથે આજે કિરણ ખેર (Kirron Kher)નાં સ્વાસ્થ્ય અંગે ટ્વિટર પર એક લાંબી નોટ શેર કરી છે. આ નોટમાં તેમણે કિરણ ખેરની હેલ્થ અપડેટ (Health Update) જારી કર્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કિરણ ખેર (Kirron Kher)નાં ફેન્સને આંચકો લાગ્યો જ્યારે તેમને માલૂમ થયું કે કિરણ ખેર બ્લડ કેન્સર (Kirron Kher Blood Cancer)થી પીડાઇ રહી છે. એક તરફ ફેન્સ તેમની સલામતીની દુઆઓ કરી રહ્યાં છે. ત્યાં કિરણ ખેરની તબિયત અંગે પતિ અને દિગ્ગજ એક્ટર અનુપમ ખેર (Anupam Kher)એ પણ ટ્વિટર પર કિરણ ખેરની હેલ્થ અપડેટ (Health Update) જારી કરી છે.

  અનુપમ ખેર (Anupam Kher) તેમનાં દીકરા સિકંદરની સાથે આજે કિરણ ખેર (Kiron Kher)નાં સ્વાસ્થ્ય અંગે એક લાંબી નોટ શેર કરી છે. લખ્યું છે કે, અમે ખુશનસીબ છીએ કે તે ઉત્તમ ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. તે હમેશાં ફાઇટર રહી છે. કિરણ ખેર જે પણ કરે છે તે દિલથી કરે છે. તેનાં દિલમાં હમેશાં પ્રેમ રહે છે. અને આજ કારણ છે કે, લોકો તેને આટલો પ્રેમ કરે છે.

  અનુપમ ખેર વધુમાં લખે છે. આપ આપની દુઆઓમાં કિરણ માટે આપનો પ્રેમ મોકલતા રહો. તે ઠીક છે. અને રિકવર થઇ રહી છે. અમેઆપનાં પ્રેમ અને સપોર્ટનાં આભારી છીએ'

  આપને જણાવી દઇએ કે, બુધવારે વિશેષ રુપે બોલાવવામાં આવેલી પ્રેક કોન્ફરન્સને સંબોધિત કરતાં ચંદીગઢનાં ભાજપ અધ્યક્ષ અરુણ સૂદે કહ્યું કે, 68 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કિરણ ખેરને ગત વર્ષથી બીમારી અંગે જાણકારી મળી. હાલ તેમનું ઇલાજ ચાલુ છે અને તેઓ ઠીક થઇ રહ્યાં છે. આ કારણ છે કે તેઓ આગામી થોડો સમય ચંદીગઢ નહીં આવી શકે. જોકે, સૂદે એમ પણ કહ્યું કે, હાલમાં તેમની સ્થિતિ પહેલાં કરતાં સારી છે.
  Published by:Margi Pandya
  First published:April 01, 2021, 17:40 pm

  ટૉપ ન્યૂઝ