અનુપમ ખેરે આપ્યો કેન્સરગ્રસ્ત પત્ની કિરણનો હેલ્થ રિપોર્ટ, કહ્યું- 'મુશ્કેલ છે ઇલાજ પણ..'

File Photo

અનુપમ ખેર (Anupam Kher)એ જણાવ્યું કે, કેન્સરથી લડી રહેલી કિરણ ખેર (Kirron Kher) માટે આ જંગ લડવી મુશ્કેલ છે. પણ ધીરે ધીરે તેની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. એક્ટ્રેસથી નેતા બનેલી કિરણ ખેર મલ્ટિપલ માયલોમા- એક પ્રાકરનાં બ્લડ કેન્સરથી ગત વર્ષથી લડી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અનુપમ ખેર (Anupam Kher) હાલમાં પત્ની કિરન ખેર (Kirron Kher) નું ખાસ ધ્યાન રાખે છે. જ્યારથી કિરન ખેરનો બ્લડ કેન્સર રિપોર્ટ (Kirron Kher Blood Cancer) સામે આવ્યો છે. તે સતત ફેન્સ માટે હેલ્થ અપડેટ આપી રહ્યાં છે. આ કડીમાં તેમણે આજે ફરી એક વખત કિરન ખેરનો એક હેલ્થ અપડેટ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, તે કેન્સરથી લડી રહી છે. કિરણ ખેર માટે આ જંગ મુશ્કેલ છે. પણ ધીમે ધીમે તેની હાલતમાં સધારો આવી રહ્યો છે. એક્ટ્રેસથી નેતા બનેલી કિરણ ખેર મલ્ટિપલ માયલોમા એક પ્રકારનાં બ્લડ કેન્સર ગત એક વર્ષથી પીડાઇ રહી છે.

  કિરણ ખેરનું ઇલાજ મુંબઇની એક હોસ્પિટલમાં ચાલે છે. જ્યાં તેઓ કીમોથેરપી સેશન લે છે. પત્નીનાં સ્વાસ્થ્ય પર એક લીડિંગ ડેઇલી સાથે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું કે, 'કિરણનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારુ છે. પણ આ ખુબજ મુશ્કેલ ઇલાજ છે. તે ઘણી વખત કહે છએ કે, લોકડાઉન અને કોરોનાએ બધુ વધારે મુશ્કેલ બનાવી દીધુ છે. કેન્સરની ટ્રીટમેન્ટ લેતાં દ્રદીઓ હમેશાં તેમનું મન અન્ય ક્યાંય પોરવેલું રાખવાનું જેથી તેમને કોઇ પ્રકારનો સ્ટ્રેસ ન રહે. પણ ન તો તેને કોઇ મિત્ર મળવા આવી શકે છે ન તો તે બહાર જઇ શકે છે.'

  અનુપમ ખેરે વધુમાં કહ્યું કે, 'તે ઘણી વખત પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરે છે. પણ ક્યારેક ક્યારેક કીમોથેરિપી તેનાં પર અલગ અસર કરે છે. અમે અમારો ઉત્તમ આપવાનો પ્રયાસ કરીએ છીએ. સારી વાત એ છે કે, તેનું સ્વાસ્થ્ય હવે સારુ છે. ડોક્ટર્સ પણ તેમનું કામ કરી રહ્યાં છે. પણ આ મુશ્કેલ ટ્રિટમેન્ટ માટે આપે આપની માનસિક સ્થિતિને મજબૂત રાખવી પડે છે. તે આ માટે હર સંભવ પ્રયાસ કરે છે.'  આ પહેલાં પણ અનુપમ ખેરે, કિરણ ખેરની હેલ્થ અપડેટ શેર કરી હતી. સોશિયલ મીડિયા દ્વારા તે ઘણી વખત પત્ની કિરનનાં સ્વાસ્થ અંગે ફેન્સ સાથે વાત કરે છે. આ પહેલાં પણ અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણએ કહ્યું હતું કે, કિરણનાં સ્વાસ્થ્યમાં સુધારો આવી ર્હયો છે. પણ મલ્ટીપલ માયલોમાની દવાઓની અન્ય ઘણી સાઇડ ઇફેક્ટ્સ છે.
  Published by:Margi Pandya
  First published: