અનુપમ ખેરે આપી માતાનાં સ્વાસ્થ્યની જાણકારી, વીડિયો શેર કરી ફેન્સ સાથે કરી વાત

અનુપમ ખેર તેમની માતા દુલારી અને ભાઇ રાજુ સાથે

અનુપમ (Anupam Kher) એ તેની માતા દુલારીનાં હેલ્થ અપડેટ સાથે જોડાયેલી હેલ્થ અપડેટનો વીડિયો પોસ્ટ કર્યો છે. અને કહ્યું છે કે તેમની માતાની હાલત સ્થિર છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર (Anupam Kher)એ તેની માતા દુલારીની હેલ્થ અપડેટ સાથે જોડાયેલો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે માહિતી આપી છે કે હવે તેમની હાલત સ્થિર છે. એક હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં તેમનો ઇલાજ થઇ રહ્યો છે મા ઉપરાંત તેમનાં ભાઇ રાજૂ, ભાભી અને ભત્રીજી પણ હોમ કોરન્ટીન છે. અનુપમ ખેરે જણાવ્યું કે તેમનાં પરિવારનાં સંક્રમિત લોકો સારા ડોક્ટર્સની દેખરેક હેઠળ છે. અને તેમનો ઇલાજ કરાવી રહ્યાં છે તેઓ જલદી જ ઠીક થઇ જશે.

  અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ફેન્સનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે, મિત્રો આપ સૌન શુભકામનાઓ અને દુઆઓ માટે ધન્યવાદ. હું તમામનો એક એક કરીને આભાર માની શકયો નહીં તેથી માફ કરશો. વધુમાં તે કહે છે. જ્યારે પરિવારનાં 4 લોકો સંક્રમિત થાય તો ગભરામણ થાય તે સ્વાભાવિક છે. મનનાં કોઇ ખુણામાં માયૂસી થાય છે એવામાં આપ સૌનો પ્રેેમ પોઝિટિવ એનર્જી આપે છે.
  અનુપમે લોકોને અપીલ કરી છે કે, તમે ઘરે જ રહો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. કોરોના વાયરસનું સંક્રમણ ઘણો સીરિયસ મામલો છે. જ્યાં સુધી બહુ જરૂરી ન હોય તો આપ ઘરની બહાર ન નીકળો. ઘર પર જ રહો. કારણ કે તો જ તમે વાયરસથી સુરક્ષિત રહી શકો છો. લોકડાઉનને 4 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. વેક્સિન આવવાની રાહ જોવાઇ રહી છે. આપ સૌનો ફરીથી આભાર માનુ છું. અને અપીલ કરુ છું જરૂર વગર ઘરની બહાર ન નીકળો.
  Published by:Margi Pandya
  First published: