Home /News /entertainment /અનુપમ ખેર પોતાના મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા, વીડિયો તમને કરશે ભાવુક...

અનુપમ ખેર પોતાના મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા, વીડિયો તમને કરશે ભાવુક...

સતીશ કૌશિકના અચાનક નિધનથી સલમાન અને અનુપમ ખેર રડી પડ્યાં

સતીશ કૌશિકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વર્સોવા ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. જે પછી તે પંચતત્વમાં ભળી ગયા. આ દરમિયાન તેમના ખાસ મિત્ર અનુપમ ખેરનો એક વીડિયો સામે આવ્યો છે. જે દરેકને ભાવુક કરી રહ્યું છે.

Anupam Kher Cried For Satish Kaushik:  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિક પંચતત્વમાં ભળી ગયા છે. આવી સ્થિતિમાં તેમના નજીકના અને પ્રિયજનોની હાલત ખરાબ છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેના બેસ્ટ ફ્રેન્ડ  અને એક્ટર અનુપમ ખેર રડતા જોવા મળી રહ્યા છે.

મૃતદેહ જોઈને અનુપમ રડી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને જોઈને ભાવુક થઈ જાય છે. આ સિવાય બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ જોવા મળી હતી જેમની આંખોમાં સતીશ કૌશિકને ગુમાવવાનું દુ:ખ દેખાતું હતું.

વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનુપમ રડતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે બંનેની મિત્રતા 45 વર્ષ જૂની હતી. અનુપમને અંતિમ સંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં બેઠેલા જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેકની આંખો ભીની છે. જણાવી દઈએ કે, સતીશ કૌશિકના મૃતદેહને મુંબઈના વર્સોવા શમસાન ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.



આ પણ વાંચો  : India-Afghan: ભારત અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલશે, ગદગદ થઈ તાલિબાને બતાવ્યા વિશ્વના નેતા..

આ સાથે જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અનુપમ પોતાની આંખોમાંથી સતત વહેતા આંસુને રોકી શકતા નથી અને તેને લૂછી રહ્યા છે. અનુપમ ખેરની આ હાલત લોકો જોઈ લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે, આ મિત્રતા કેટલી ગાઢ હતી. જોકે, તેમના મિત્રના જવાથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે.



આ સાથે જ સલમાન ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યો છે. સલમાનની ભીની આંખો સંકેત આપી રહી છે કે, સતીશ કૌશિકના જવાથી તેને મોટો આંચકો લાગ્યો છે. શ્રેષ્ઠ અભિનય સ્ટારને 66 વર્ષની ઉંમરે ગુમાવવો એ ખરેખર ઈન્ડસ્ટ્રી માટે મોટી ખોટ છે.
First published:

Tags: Heart attack, Satish kaushik