Home /News /entertainment /Anupamaa: શો છોડી રહી છે 'અનુજ'ની બહેન 'માલવિકા', શૉમાં થશે 'યે રિશ્તા..'નાં ફેમસ એક્ટરની એન્ટ્રી
Anupamaa: શો છોડી રહી છે 'અનુજ'ની બહેન 'માલવિકા', શૉમાં થશે 'યે રિશ્તા..'નાં ફેમસ એક્ટરની એન્ટ્રી
અનેરી વિજાની છોડી રહી છે શૉ
Anupamaa: સ્ટાર પ્લસ પર આવતા રૂપાલી ગાંગુલીના (Rupali Ganguly) નંબર વન શો 'અનુપમા'ને અનેરી વજાનીએ અલવિદા કહી દીધું છે. તેણે શો છોડવાનો નિર્ણય લીધો છે. દર્શકોમાં આ સીરિયલને લઇને દરેક પાત્ર માટે પ્રેમ પણ એટલો જ છે, ત્યારે સીરીયલમાં મુક્કુ જેવા ખૂબ જ ચંચળ અને અને ભોળા પાત્રના જવાથી સીરિયલ પર શું ઇફેક્ટ પડે છે? તે જોવાનું રહેશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:ટીવીનો નંબર વન શો 'અનુપમા' (Anupamaa)દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે, દર્શકો એક પણ એપિસોડ મિસ નથી કરતા. આ શો ના દરેક પાત્ર આ સીરિયલ માટે એટલા જ મહત્વના છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી આ સિરિયલની લોકપ્રિયતા વધી રહી છે. આ શોમાં રોજેરોજ કેટલાક નવા ટ્વિસ્ટ અને ટર્ન લાવવા માટે મેકર્સ કંઈક એવું કરે છે જેને જોઈને દર્શકો દંગ રહી જાય છે.
શો ને લઇને મોટા ટ્વીસ્ટ
આ દરમિયાન શોને લઈને ટ્વીસ્ટ જાણવા મળ્યો છે, પહેલો ટ્વિસ્ટ એ છે કે, શોમાં માલવિકાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી અનેરી વજાની (Aneri Vajani) ટૂંક સમયમાં શોને અલવિદા કહેવા જઈ રહી છે. જ્યારે બીજી બાજુ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો ફેમ મોહસીન ખાન 'અનુપમા'માં એન્ટ્રી કરવાનો છે.
સ્ટાર પ્લસ પર આવતા રૂપાલી ગાંગુલીના (Rupali Ganguly) નંબર વન શો 'અનુપમા'ને અનેરી વજાનીએ અલવિદા કહી દીધું છે. તેણે શો છોડવાનો નિર્ણય લીધો છે. દર્શકોમાં આ સીરિયલને લઇને દરેક પાત્ર માટે પ્રેમ પણ એટલો જ છે, ત્યારે સીરીયલમાં મુક્કુ જેવા ખૂબ જ ચંચળ અને અને ભોળા પાત્રના જવાથી સીરિયલ પર શું ઇફેક્ટ પડે છે? તે જોવાની રહી. જો કે, હજુ સુધી આ બાબતે અનેરી વજાનીએ કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી.
મોહસિન ખાનની થશે શોમાં એન્ટ્રી
અનેરીએ અનુપમાને અલવિદા કહ્યું?
રિપોર્ટની મુજબ, અનેરી વજાની 'અનુપમા' શો છોડીને બોલિવૂડના શ્રેષ્ઠ નિર્દેશક રોહિત શેટ્ટીના સ્ટંટ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 12'નો ભાગ બનવા માટે જઇ રહી છે. રિપોર્ટ અનુસાર, અનેરી આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રોહિત શેટ્ટી સાથેના શો દ્વારા તે નવી વસ્તુઓ શોધવા અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું મન બનાવી લીધું છે. તે 'ખતરો કે ખિલાડી 12' માટે તૈયાર છે.
કોની થશે શોમાં એન્ટ્રી?
મોહસીન ખાન 'અનુપમા'ના સેટ પર જોવા મળ્યો હતો. આ સિવાય 'અનુપમા'ના શૂટિંગ સેટ પરથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં (Yeh Rishta Kya Kehlata Hai) યે રિશ્તા ક્યાકેહલાતા હૈ, ફેમ મોહસિન ખાન (Mohsin Khan) કુર્તા પાયજામા પહેરીને અનેરી વજાની સાથે પોઝ આપતો જોવા મળે છે. જેથી લોકો અનુમાન લગાવી રબહ્યાં છે કે, અનુપમા શોમાં મોહસિન ખાનની એન્ટ્રી થઇ શકે છે.