Anubhavinchu Raja movie review: જોવા જેવી ખરી? અહી જાણો
Anubhavinchu Raja movie review
ફિલ્મની શરૂઆતમાં અક્કીનેની નાગેશ્વર રાઓ અને અક્કીનેની નાગાર્જુનથી થાય છે. ત્યારબાદ બંગાર્રાજુને ઈન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી ઘણા કારણોથી ધારદાર રહી નથી
અનુભવિન્ચુ રાજા (Anubhavinchu Raja) રિલિઝ થઈ ચૂકી છે. જેમાં રાજ તરુણ અને કૈલાશ ખાને મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ડાયરેક્શન શ્રીનિવાસન ગાવિરેડ્ડી (Srinivas Gavireddy)નું છે, જ્યારે મ્યૂઝિક ગોપી સુન્દરે (Gopi Sunder) આપ્યું છે. આ ફિલ્મ અન્નપૂર્ણા સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆતમાં અક્કીનેની નાગેશ્વર રાઓ અને અક્કીનેની નાગાર્જુનથી થાય છે. ત્યારબાદ બંગાર્રાજુને ઈન્ટ્રોડ્યુસ કરાવવામાં આવે છે. આ ફિલ્મની સ્ટોરી ઘણા કારણોથી ધારદાર રહી નથી. રાજ તરુણ (Raj Tarun) આમ તો ડાયલોગ અને કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. પરંતુ અનુભવવિંચુ રાજામાં ખરાબ સ્ક્રિપ્ટના કારણે નિરાશા મળી છે.
સ્ટોરીમાં આ ટ્વિસ્ટ આપવામાં તો આવ્યો છે પણ ટ્વિસ્ટ રસપ્રદ નથી
ફિલ્મ અભિનવિંચુ રાજામાં વાર્તાની વચ્ચે જ એક ટ્વિસ્ટ આવે છે. આ સમયે ફિલ્મ જોતા જોતા વિચાર આવે છે કે હવે તો ફિલ્મમાં ચોક્કસ કંઈક થવાનું છે. આ ટ્વિસ્ટ ફિલ્મની વાર્તામાં કંઈક સમાનતા જેવું જ લાગતું હતું. ઈન્ટરવેલ પહેલા ફિલ્મમાં જે પણ દર્શાવવામાં આવ્યું છે તે રોચક નહોતું સાથે જ ઉદાસીન પણ હતું. સ્ટોરીમાં આ ટ્વિસ્ટ આપવામાં તો આવ્યો છે પણ ટ્વિસ્ટ રસપ્રદ નથી. એકંદરે કહી શકાય કે જો આ ફિલ્મને સારી રીતે લખવા અને બનાવવામાં આવી હોત તો ફિલ્મ એક સારું ઉદાહરણ બની હોત, પરંતુ આ ફિલ્મનું લેખન ખૂબ જ અસ્તવ્યસ્ત અને અવ્યસ્થિત રીતે કરવામાં આવ્યું છે.
બંગરાજુ તેમના પરિવારની વિશાળ સંપત્તિના એકમાત્ર હયાત સભ્ય છે અને વારસદાર છે અને તેના દાદાની જીવન જીવવાની રીતને અનુસરે છે. ફિલ્મમાં તેને એક યુવાન તરીકે જોવામાં આવે છે. નોન લિનિયર સ્ટોરીમાં પછીથી એક પુખ્ત બંગરાજુ સાથે પરિચય કરાવવામાં આવે છે, જે જેલમાંથી બહાર આવે છે અને હૈદરાબાદમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નવેસરથી જીવનની શરૂઆત કરે છે.
રોમાન્સ, કોમેડી અને ક્રાઈમ દરેક બાબતને રસપ્રદ દર્શાવવામાં અસફળ
બંગરાજુમાં ઘણા બદલાવ જોવા મળે છે. જે લોકો પ્રત્યે કર્તવ્યબદ્ધ અને વિચારશીલ છે. આ પછી કઈ રીતે તે જાળમાં ફસાય છે અને કોન્સપીસરીમાં ભરાઈ જાય છે તે ફિલ્મની વાર્તા છે. આ એક એવી ફિલ્મ છે જે રોમાન્સ, કોમેડી અને ક્રાઈમ દરેક બાબતને રસપ્રદ રીતે દર્શાવવામાં અસફળ રહી છે.
બંગારાજુ સાયબર પર્લની ઓફિસમાં IT કર્મચારી શ્રુતિ (કશિશ ખાન)ના પ્રેમમાં પડે છે. ફિલ્મની હિરોઈન બીબાઢાળ પણ આકર્ષક લાગે છે. ફિલ્મની હિરોઈનને તેના કર્લી વાળ નથી ગમતા અને દરરોજ તે પોતાના વાળને સ્ટ્રેઈટ કરે છે અને હીરો તેને કાયમ કહે છે કે તેને તે કર્લી વાળમાં વધુ પસંદ છે. ફિલ્મમાં સ્ટ્રેટનરના વાર્તાલાપને સીન એટલી વખત બતાવવામાં આવે છે કે તે બોરિંગ લાગવા લાગે છે.
ક્લાઈમેક્સમાં પણ કંઈ નવીનતા બતાવવામાં આવી નથી
ક્લાઈમેક્સમાં પણ કંઈ નવીનતા બતાવવામાં આવી નથી. મોટાભાગની ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે એક્શન સિક્વન્સને વધારવા માટે ફિલ્મમાં સુપારી ગેન્ગને શામેલ કરવામાં આવે છે. આમાં પણ કંઈક એવું જ થાય છે. રાજ તરુણ હંમેશાની જેમ એનર્જેટિક જોવા મળે છે અને પોતાનો રોલ બખૂબી નિભાવે છે. પણ ફિલ્મની સ્ટોરીને કારણે તેની એક્ટિંગ પણ લોન્ગલાસ્ટિંગ ઈફેક્ટ આપી શકતી નથી.
ફિલ્મમાં આદર્શ બાલકૃષ્ણ અને આદુકલમ નરેનનો સારો ઉપયોગ કરી શકાયો નથી. હીરોના મિત્ર તરીકે સુદર્શન થોડાક જોક ક્રેક કરે છે અને પછી આખા ફિલ્મમાં ઓડિયન્સની જેમ જ મૂંઝવાયેલો જોવા મળે છે. ફિલ્મ જોતી વખતે જ્યારે અંતમાં ક્રેડિટ રોલ કરવામાં આવે તો જ રાહતનો કંઈક શ્વાસ આવે છે. ફિલ્મની સ્ટોરી ઘણી કન્ફ્યૂઝિંગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર