અનુ મલિક થયો ટ્રોલ, લોકોએ કહ્યું- ઇઝરાયેલનાં રાષ્ટ્રગીતની ધૂન ચોરી બનાવ્યું- મેરા મુલ્ક મેરા દેશ...'

અનુ મલિક થયો ટ્રોલ

ડોલ્ગોપયાતની જીત બાદ તેનાં દેશનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું હતું. ઇઝરાયલનાં નેશનલ એંથમને સાંભળતા જ લોકો 'મેરા મુલ્ક મેરા દેશ મેરા યે ચમન..' (Mera Mulk Mera Desh) ની યાદ આવી ગઇ. અને જે માટે યૂઝર્સે અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિંગિંગ રિયાલિટી શો (Singing Reality Show) ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) કોઇનાં કોઇ કારણે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક શોનાં સ્પર્ધકોને કારણે તો ક્યારેક જજીસનાં કારણે. હાલમાં ઇન્ડિયન આઇડલનાં જજ અનુ મલિક (Anu Malik) જે ઇઝરાયલનાં જિમનાસ્ટ ડોલ્ગોપયાત (Dolgopayat)નાં જિમનાસ્ટમાં ગોલ્ડ જીતવા પર ટ્રોલ થઇ રહ્યાં છે.

  આ પણ વાંચો-રાજ કુન્દ્રાની બે Appથી મળી 51 અશ્લીલ ફિલ્મો, શિલ્પા શેટ્ટીના પતિની વધી શકે છે મુશ્કેલીઓ

  ડોલ્ગોપયાતની જીત બાદ તેનાં દેશનું રાષ્ટ્રગીત વાગવા લાગ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું હતું. ઇઝરાયલનાં નેશનલ એંથમને સાંભળતા જ લોકો 'મેરા મુલ્ક મેરા દેશ મેરા યે ચમન..' (Mera Mulk Mera Desh) ની યાદ આવી ગઇ. અને જે માટે યૂઝર્સે અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું.

  આ પણ વાંચો- પુરુષની ભૂલ માટે સ્ત્રી કેમ જવાબદાર? શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવેલી રિચા ચડ્ડાએ કહી મોટી વાત

  યુઝર્સ કહેવાં લાગ્યા હતાં- 'તને કોપી કરવા માટે અન્ય દેશનું રાષ્ટ્રગીત જ મળ્યું. યૂઝર્સ સતત વીડિયો પર કમેન્ટ કરતાં અનુ મલિકને નિશાને લઇ રહ્યાં છે.' ઇઝરાયલનાં રાષ્ટ્રગીત અને મેરા મુલ્ક મેરા દેશ.. મેરા યે વતનની ધૂન એક જ છે. અને તેનાં અમુક શબ્દો પણ એક સરખા છે. આ વાતથી સોશિયલ મીડિયા યુઝર્સ ખુબજ નારાજ થઇ ગયા છે.  આપને જણાવી દઇએ કે, વિવાદ અને અનુ મલિકનો ઘણો જુનો સંબંધ છે. આ પહેલી વખત નથી કે તે તેનાં ગીતો કે અન્ય કોઇ કારણસર ચર્ચામાં ન આવ્યો હોય. આ પહેલાં તે Metoo મૂવમેન્ટ સમયે પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો જ્યારે તેનાં પર કામ આપવા બદલ સેક્સુઅલી ફેવર માંગવાનો આરોપ લાગ્યો હતો.

  હાલમાં તે સિંગિગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' જજ કરી રહ્યો છે. વિશાલ દદલાનીની જગ્યાએ તે શોનાં જજ તરીકે નજર આવી રહ્યો છે. હાલમાં શોમાંથી જૂના જજ માંથી વિશાલ દદલાની અને નેહા કક્કડ દૂર થઇ ગયા છે. નેહા કક્કડની જગ્યાએ તેની બહેન સોનૂ કક્કડ શોની જજ તરીકે નજર આવે છે.
  Published by:Margi Pandya
  First published: