ગાયક અનુ મલિક પર શ્વેતા પંડિત અને સોના મોહપાત્રાએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યાં પછી અન્ય બે મહિલાઓએ પણ પોતાની આપવીતિ સંભાવી હતી. અનુ મલિક પોતાની જાત પર લાગેલા આરોપોનું ખંડન કરે છે અને તમામને જુઠ્ઠા ગણાવે છે.
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ આરોપો પછી તેમને સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલને છોડવાનું કહેવામાં આવ્યું. નોંધનીય છે કે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડિયલની સિઝન 10માં નેહા કક્કડ અને વિશાલ દદલાનીની સાથે અનુ કપૂર જજ તરીકે આવે છે.
જ્યારથી અનુ મલિક પર આ રીતના આરોપો સામે આવવાની શરૂવાત થઇ હતી ત્યારથી જ ચેનલના આધિકારિક સ્તર પર આ અંગે વાતચીત શરૂ થઇ ગઇ હતી. આ મામલાની સંપૂર્ણ તપાસ ન થઇ જાય ત્યાં સુધી અનુને આ મામલામાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્ડિયન આઈડલના પ્રારંભથી જ અનુ મલિક શો સાથે જોડાયેલા છે.
સોના મોહપાત્રા અને શ્વેતા પંડિત અન્ય બે મહિલાઓ પણ સામે આવી હતી. જેમાંથી એકનું કહેવું હતુ કે સન 1990માં મારી મુલાકાત મહેબૂબ સ્ટુડિયોમાં અનુ મલિક સાથે થયો હતો. ત્યાં તેઓ એક ગીત રેકોર્ડ કરી રહ્યાં હતાં. આ દરમિયાન અનુ મલિકે તેના શરીરને ખોટી રીતે અડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તેણે આવા વ્યવહાર પર આપત્તિ દર્શાવી તો પછી અનુએ માફી માંગી.
તે જ મહિલાને તેમને પોતાના ઘરે પણ બોલાવી હતી અને તેની સ્કર્ટ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો. જે પછી તેમણે પોતાની પેન્ટ પણ ઉતારી. આ અંગે મહિલાએ વિરોધ નોંધાવ્યો ત્યારે પોતે પેશનેટ વ્યક્તિ છે તેમ કહીને અનુએ માફી માંગી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર