અનુ મલિકની માતા કુશર જહાંનું નિધન, અંતિમ સમય સુધી પૌત્ર અરમાન મલિક હતો સાથે

PHOTO-@AnuMalik/Armaan Malik instagram

બીટાઉન માંથી ગત કેટલાંક દિવસોથી સતત દિલ તોડી દે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. આ વચ્ચે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. પ્રખ્યાત સિંગર અનુ મલિક (Anu Malik Mother)ની માતા કુશર જહાં મલિકનું નિધન થઇ ગયું છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બી-ટાઉનથી ગત કેટલાંક દિવસોથી સતત એક બાદ એક ખરાબ સમાચાર આવતા રહેતાં હોય છે. આ મહિને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું નિધન થઇ ગયું છે. તે બાદ એક્ટર ચંકી પાંડેની માતાનું નિધન થયુ હતું. આ વચ્ચે હવે સમાચાર આવ્યાં છે કે સિંગર અનુ મલિકની માતા કુશર જહાં મલિકનું નિધન થઇ ગયું છે.

  આ પણ વાંચો- રાજને જોતા જ બાખડી પડી હતી શિલ્પા શેટ્ટી, પોલીસ રેઇડ દરમિયાન બંને વચ્ચે થયો હતો જોરદાર ઝઘડો

  આ વતાની જામકારી અનુ મલિકનાં ભત્રીજા ડબ્બૂ મલિકનાં દીકરા અરમાન મલિકની પોસ્ટ પરથી મળી છે. સિંગરની માતાનું નિધન કયા કારણોસર થયુ છે તે અંગે હજુ માહિતી આવી નતી. અરમાન મલિકે ભાવૂક પોસ્ટ શેર કરી છે. અને પોતાને દાદીનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો છે.
  View this post on Instagram


  A post shared by ARMAAN MALIK (@armaanmalik)


  અરમાન મલિકે (Armaan Malik Post) પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું છે, 'આજે મારી સૌથી સારી મિત્ર ગુમાવી દીધી.. મારી દાદીજાન. મારા જીવનો પ્રકાશ' હું ક્યારેય આ નુક્સાનની ભરપાઇ નહીં કરી શકું. એક ખાલીપો જે હું જાણું છું કોઇ નહીં ભરી શકે. આપ મારા જીવનનાં સૌથી પ્રેમાળ અને સૌથી કિમતી વ્યક્તિ હતાં. હું ખુબ જ આભારી છુ કે આપની સાથે મને આટલો સમય વિતાવવા મળ્યો. અલ્લાહ મારો ફરિશ્તો હવે તમારી સાથે છે.'
  Published by:Margi Pandya
  First published: