Home /News /entertainment /

Antim Box Office Collection Day 5: સલમાન ખાનને હવે પબ્લિસિટીનો સહારો, અત્યાર સુધી આટલી જ કમાણી કરી

Antim Box Office Collection Day 5: સલમાન ખાનને હવે પબ્લિસિટીનો સહારો, અત્યાર સુધી આટલી જ કમાણી કરી

ફિલ્મ 'અંતિમ - ધ ફાઈનલ ટ્રુથ' (Antim – The Final Truth) પાંચમા દિવસની કમાણી

ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) એક શીખ પોલીસના રોલમાં છે જ્યારે તેનો જીજા આયુષ શર્મા (Ayush Sharma) ગેંગસ્ટરના રોલમાં છે. તો જાણીએ કે ફિલ્મ 'અંતિમ' એ 5માં દિવસે (Antim Box Office Collection Day 5) પર કેટલી કમાણી કરી

    સલમાન ખાન (Salman Khan) અને આયુષ શર્મા સ્ટારર ફિલ્મ 'અંતિમ - ધ ફાઈનલ ટ્રુથ' (Antim – The Final Truth) તેના સપ્તાહના દિવસોમાં સારો બિઝનેસ કરી રહી છે. ફિલ્મની શરૂઆતના દિવસે ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ ત્રીજા દિવસે ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. પરંતુ ફિલ્મ નિર્માતાઓની અપેક્ષા મુજબ બોક્સ ઓફિસ પર કમાણી નથી કરી રહી. ફિલ્મમાં સલમાન ખાન એક શીખ પોલીસના રોલમાં છે જ્યારે તેનો જીજા આયુષ શર્મા (Ayush Sharma) ગેંગસ્ટરના રોલમાં છે. ચાલો હવે જાણીએ કે ફિલ્મ 'અંતિમ' એ 5માં દિવસે (Antim Box Office Collection Day 5) પર કેટલી કમાણી કરી છે.

    ફિલ્મે 5માં દિવસે આટલી જ કમાણી કરી હતી

    જ્યારે ફિલ્મ 'અંતિમ' રીલિઝ થઈ ત્યારે એવી અપેક્ષા હતી કે, સલમાન ખાનના સ્ટારડમને કારણે તે મોટી ઓપનિંગ લેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. ફિલ્મે શુક્રવારે 5.03 કરોડ, શનિવારે 6.03 કરોડ, રવિવારે 7.55 કરોડની કમાણી કરી હતી. સોમવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં ફિલ્મે શરૂઆતના દિવસની સરખામણીએ ચોથા દિવસે સારો દેખાવ કર્યો હતો. ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે લગભગ 3 કરોડની કમાણી કરી હતી. પાંચમા દિવસે ફિલ્મે 2.60-2.90 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ હિસાબે 'અંતિમ'એ અત્યાર સુધીમાં લગભગ 24.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    આ ફિલ્મને માઉથ પબ્લિસિટી દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે

    અઠવાડિયાના દિવસોની કમાણી જોતા લાગે છે કે, ફિલ્મ પહેલા અઠવાડિયામાં 30 કરોડની કમાણી કરશે. જો કે, દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે. માઉથ પબ્લિસિટી આ ફિલ્મને બચાવી શકે છે. અહીં સલમાન ખાન હજુ પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે સલમાન અમદાવાદમાં જોવા મળ્યો હતો. ત્યાં તે સાબરમતી આશ્રમમાં ફરતો ફરતો જોવા મળ્યો હતો.

    આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો

    સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ મરાઠી બ્લોકબસ્ટર 'મુલશી પેટર્ન'ની સત્તાવાર રિમેક છે. આ ફિલ્મમાં આયુષ શર્માએ રાહુલનું પાત્ર ભજવ્યું હતું. ઓરિજિનલ ફિલ્મમાં એક્ટર ઓમ ભૂતકરે આ પાત્ર ભજવ્યું હતું. તો, અભિનેતા ઉપેન્દ્ર લિમયે દ્વારા ભજવવામાં આવેલ રોલ સલમાન ખાને કર્યો છે.

    આ પણ વાંચોAntim Box Office Collection Day 4: 'અંતિમ'ની ચમક ઓછી જ રહી, સોમવારે થઈ આટલી કમાણી

    આયુષ શર્મા અભિનયમાં શ્રેષ્ઠ છે

    અવારનવાર પોતાના એક્શન સીન્સથી દર્શકોનું દિલ જીતનાર સલમાન ખાન ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે ,કે તેના સાળા આયુષ શર્માએ પણ આ ફિલ્મ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી, જે ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. 'લવ યાત્રી'ની તુલનામાં, તે માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ તે ફિલ્મમાં અભિનેતા તરીકે પણ સારી રીતે જોવા મળે છે. આટલું જ નહીં મહિમા મકવાણા પણ ફિલ્મનું એક મોટું સરપ્રાઈઝ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Salman Khan Movie

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन