શ્રીની સાવકી દીકરી બોલી, 'મારી બહેનોને ટ્રોલ કરવાનું બંધ કરો'

News18 Gujarati
Updated: March 5, 2018, 5:11 PM IST
શ્રીની સાવકી દીકરી બોલી, 'મારી બહેનોને ટ્રોલ કરવાનું બંધ કરો'
બોની કપૂરે પણ અર્જુન અને અંશુલાનાં સપોર્ટ અંગે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યુ હતું કે, અર્જુન અને અંશુલાનાં સપોર્ટ મેળવીને હું નસીબદાર છું.

બોની કપૂરે પણ અર્જુન અને અંશુલાનાં સપોર્ટ અંગે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યુ હતું કે, અર્જુન અને અંશુલાનાં સપોર્ટ મેળવીને હું નસીબદાર છું.

  • Share this:
મુંબઇ: શ્રીદેવીની સાવકી દીકરી અંશુલાએ અર્જુન કપૂરનાં ફેન્સને જાહન્વી અને ખુશીની આલોચના કરવા પર ઝાટકી નાખ્યા છે. અંશુલા કપૂર અર્જૂન કપૂરની સગી બહેન છે. અંશુલાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર
કરતાં લખ્યુ હતું કે, મારી બહેનોને ટ્રોલ કરવાનું બંધ કરો.

ગત દિવસોમાં અર્જુન કપૂરનાં પેજ પર એક ફેને તેની સાવકી બહેનો જ્હાનવી કપૂર અને ખુશી કપૂરને ટ્રોલ કરતા કમેન્ટ કરી હતી. અર્જુનની સગી બહેન અંશુલાની નજર આ કમન્ટ પર ગઇ અને તેણે આ ટ્રોલિંગનો

જડબાતોડ જવાબ પણ આપ્યો. અંશુલાએ ન ફક્ત ઇનસ્ટાગ્રામ પર તે ટ્રોલરને જવાબ આપ્યો પણ તેની કમેન્ટ પણ ડિલીટ કરાવી દીધી.

અંશુલાએ જવાબમાં કહ્યું કે, આપનાંથી ગુજારિશ છેકે આપ આ પ્રકારનાં અપમાનજનક ભાષા ખાસ કરીને મારી બહેનો માટે તેનો ઉપયોગ કરવાથી બચીને રહેજો, હું તેને જરાં પણ ચલાવી લવું અને એટલે જ મે આપની
કમેન્ટ્સને હટાવી દીધી છે. હું આપનાં મારા અને મારા ભાઇ અર્જૂન પ્રત્યેનાં પ્રેમની આભારી છું. આપની જાણકારીમાં એક સુધારો- મે ભારત બહાર ક્યારેય કામ નથી કર્યું. કૃપ્યા ખુશી ફેલાવો અને સારો માહોલ બનાવો. પ્રેમમાટે આભાર.'
અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખુબસુરત પંક્તિઓમાં શેર કરી હતી. જેનો ઇશારો આ ઘટનાને ધ્યાનમાં રાખીને જ હતો.

અંશુલાની આ પોસ્ટ પર ફેન્સ અર્જુન કપૂર અને તેનાંપ રિવારનાં સપોર્ટમાં આવી ગયા છે તેમનાં ખુબ વખાણ થઇ રહ્યાં છે. શ્રીદેવીનાં નિધન બાદ અર્જુન અને અંશુલાએ જે રીતે બોની કપૂર અને સાવકી બહેનોને સપોર્ટ
કર્યો તે જોઇ તેમનાં ચારેય તરફ વખાણ થઇ રહ્યાં છે. પરિવારનાં આ દુ:ખનાં સમયમાં અર્જુન અંશુલા તમામ કડવાહટ ભુલીને પરિવારની પડખે ઉભા હતાં. તે વાત લોકોને પસંદ પડી છે.બોની કપૂરે પણ અર્જુન અને અંશુલાનાં સપોર્ટ અંગે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યુ હતું કે, અર્જુન અને અંશુલાનાં સપોર્ટ મેળવીને હું નસીબદાર છું. બંને મારા, જ્હાનવી અને ખુશીની સાથે અમારી તાકાત બનીને ઉભા હતાં.સાથે જ એક પરિવારનાં રૂપમાં તેમણે અમને આ અસહનીય નક્સાનનો સામનો કરવામાં મદદ કરી હતી.
First published: March 5, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading