Home /News /entertainment /

'હમ દો હમારે બારહ'નું પોસ્ટર વિવાદમાં, વસ્તી વધારા પર બનેલી ફિલ્મને મુસ્લિમ વિરોધી ગણાવી

'હમ દો હમારે બારહ'નું પોસ્ટર વિવાદમાં, વસ્તી વધારા પર બનેલી ફિલ્મને મુસ્લિમ વિરોધી ગણાવી

'હમ દો હમારે બારહ'નું પોસ્ટર વિવાદમાં

'હમ દો હમારે બારહ'નું પોસ્ટર રિલીઝ થતા જ વિવાદોમાં આવી ગયું છે. આ ફિલ્મ મુસ્લિમ સમુદાયમાં વસ્તી પર આધારિત છે. લોકોનું કહેવું છે કે ડાયરેક્ટરે ફિલ્મ દ્વારા મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કર્યો છે. પોસ્ટ પર થઈ રહેલા વિવાદ પર હવે ફિલ્મના ડાયરેક્ટર કમલ ચંદ્રા અને લીડ એક્ટર અન્નુ કપૂરે સ્પષ્ટતા કરી છે.

વધુ જુઓ ...

    ઇટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર કમલ ચંદ્રાએ કહ્યું હતું કે, ‘અમારી ફિલ્મ 'હમ દો હમારે બારહ' નું પોસ્ટર બિલકુલ આપત્તિજનક નથી, બસ તેને સારી નજરથી જોવાની જરૂર છે. અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે, અમારી ફિલ્મથી કોઈ સમુદાયને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. મને આશા છે કે, લોકો જ્યારે આ ફિલ્મને જોશે ત્યારે ખૂબ જ ખુશ થશે. આજના દિવસે વધતી વસ્તી સૌથી મોટી સમસ્યા છે. આ ફિલ્મથી કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી.’

    અન્નુ કપૂરે કહી દીધી આ વાત

    અન્નુ કપૂર પણ પોતાની ફિલ્મ 'હમ દો હમારે બારહ'ના પોસ્ટર પર થયેલા વિવાદથી ગુસ્સે થયા છે. અન્નુ કપૂરે જણાવ્યું હતું કે, ફિલ્મના પોસ્ટરને જોઈને નક્કી ન કરો કે ફિલ્મમાં શું છે. ફિલ્મ રિલીઝ થવા દો અને પછી ફિલ્મને જોયા પછી સમજો કે મેકર્સ આ ફિલ્મમાં શું કહેવા અને સમજાવવાની કોશિશ કરે છે.

    વસ્તી વધારાને ગંભીરતાથી લેવાની જરૂર છે: ચંદ્રા

    ફિલ્મ નિર્માતાએ વધુ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ વિષયનું નિરૂપણ કરવા જઈ રહી છે.તેમણે કહ્યું, 'આપણા દેશમાં લાંબા સમયથી વસ્તી વધારો સૌથી મોટો મુદ્દો છે. જ્યાં સુધી આપણે તેના વિશે ગંભીરતાથી વિચારીશું નહીં ત્યાં સુધી આપણો દેશ વિકાસ કરી શકશે નહીં. હું તમને બધાને યોગ્ય દિશામાં ફિલ્મ અને પોસ્ટર જોવાની વિનંતી કરું છું.'

    ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘મને કોઈ સારી વાર્તા મળે છે તે તેને લઈને હું બહુ જ ઉત્સાહિત છું અને તે વાર્તાને લઈને હું ફિલ્મનું પ્લાનિંગ કરું છું. મારા જેવા ઘણા લોકો આજના સોશિયલ ઇશ્યૂઝ પર આધારિત ફિલ્મ બનાવવા માટે ઉત્સાહિત હશે. જો અમે પોસ્ટર પર કોઈ બીજા સમુદાય વિશે લખીએ છીએ તો તે લોકો પણ કંઈક આવી જ પ્રતિક્રિયા આપશે. આજે લોકો વિચારે છે કે, તે લોકોને અમારી ફિલ્મથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે, સિનેમા આપણા વિચારો અને ભાવનાઓને દર્શાવવા માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. હું બધાને વિનંતી કરું છું કે, આ બાબતે કોઈ ઈશ્યુ ક્રિએટ ન કરો.’

    અન્નુ કપૂરે કહી દીધી આ વાત

    અન્નુ કપૂર પણ પોતાની ફિલ્મ 'હમ દો હમારે બારહ'ના પોસ્ટર પર થયેલા વિવાદથી ગુસ્સે થયા છે. અન્નુ કપૂરે જણાવ્યું હતું કે, ફિલ્મના પોસ્ટરને જોઈને નક્કી ન કરો કે ફિલ્મમાં શું છે. ફિલ્મ રિલીઝ થવા દો અને પછી ફિલ્મને જોયા પછી સમજો કે મેકર્સ આ ફિલ્મમાં શું કહેવા અને સમજાવવાની કોશિશ કરે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन