Annaatthe Movie: મેગાસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ ક્યાં જોઈ શકાશે? અહીં જાણો શું છે આ ફિલ્મમાં

New Annaatthe Movie - રજનીકાંતના ચાહકોને આ ફિલ્મ ખૂબ ગમી છે

મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ અન્નાથથે (Annaatthe) રિલીઝ થઈ ગઈ છે. રજનીકાંતના ચાહકોને આ ફિલ્મ ખૂબ ગમી છે.

  • Share this:
મેગાસ્ટાર રજનીકાંત (rajinikanth)ની આગામી ફિલ્મ અન્નાથથે (Annaatthe) રિલીઝ થઈ ગઈ છે. રજનીકાંતના ચાહકોને આ ફિલ્મ ખૂબ ગમી છે. રજનીકાંતની છેલ્લી ફિલ્મ દરબાર બે વર્ષ પહેલાં આવી હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ રજનીકાંતમાં ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા ભારે ઘસારો જોવા મળ્યો હતો.

આ ફિલ્મ શિવ દ્વારા લખાઈ અને દિગ્દર્શિત કરાઈ છે. ફિલ્મમાં મીના, ખુશ્બુ, નયનતારા અને કીર્તિ સુરેશ, જગપતિ બાબુ, પ્રકાશ રાજ, વેલા રામમૂર્તિ અને સૂરી સહિતના સ્ટાર્સ છે.

આ ફિલ્મ ક્યાં જોઈ શકાય?

આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. તેને દેશના જાણીતા થિયટર્સમાં જોઈ શકાશે. આ ફિલ્મની ટિકિટ BookMyShow અને PayTM દ્વારા બુક કરી શકાય છે. જોકે, OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મ હાલ નહીં જોવા મળે.

મૂવીમાં શું છે?

આ ફિલ્મના ટ્રેલર્સ ગત 27 તારીખે રિલીઝ કરવામાં આવ્યા હતા. આજે રિલીઝ થયેલી આ ફિલ્મમાં રજનીકાંતનો જાદુ અનેક સીનમાં જોવા મળ્યો છે. રજનીકાંતનો કરિશ્મા અને સનગ્લાસ પહેરવાની તેની સિગ્નેચર સ્ટાઇલ અથવા તો તેનો ટ્રેડમાર્ક સ્વેગર ફિલ્મની દરેક ફ્રેમમાં મળી આવે છે. પરંતુ ફિલ્મમાં કથાની ધીમી ગતિ અને પેચી પ્રકૃતિ ચાહકોનો રસ છીનવી લે છે.

બોક્સ ઓફીસ

BollywoodLife.comના અહેવાલ મુજબ આ ફિલ્મ વિશ્વમાં 3000 થિયેટરમાં રિલીઝ થવાની હતી. તેમજ સન પિક્ચર્સના ટ્વીટમાં જણાવાયું છે કે, તેને એકલા યુનાઇટેડ સ્ટેટ્સના 677 જેટલા થિયેટરોમાં સ્ક્રીન કરવામાં આવશે. યુએઈમાં 117 સ્ક્રીન, મલેશિયામાં 110 સ્ક્રીન અને સિંગાપોરમાં 23 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થશે. શ્રીલંકામાં 86 સ્ક્રીન પર, કેનેડામાં 17 સ્ક્રીન્સ અને યુનાઇટેડ કિંગડમના 35 થિયેટરોમાં રજૂ કરવામાં આવશે. એકંદરે આ ફિલ્મ વિદેશમાં લગભગ 1193 સ્ક્રીન્સ અને ભારતમાં 1000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે.

India.Comના અહેવાલ મુજબ, આ ફિલ્મને 45 કરોડ જેટલું ગ્રોસ ઓપનિંગ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - ક્રિકેટર અજય જાડેજા પર આવી ગયું હતું માધુરીનું દિલ, માત્ર આ એક ભૂલથી આ સંબંધનો આવ્યો અંત

સ્ટાર કાસ્ટ:

આમ તો રજનીકાંતનું સ્ટારડમ બધા પાત્રો પર છવાઈ જાય છે, પણ સાઉથના ફિલ્મ ઉદ્યોગોની ચાર અગ્રણી એક્ટ્રેસ મીના, ખુશ્બુ, નયનતારા અને કીર્તિ સુરેશ મુખ્ય ભૂમિકામાં છે. તે સિવાય ફિલ્મમાં જગપતિ બાબુ, પ્રકાશ રાજ, વેલા રામમૂર્તિ અને સૂરી પણ છે.
Published by:kiran mehta
First published: