Annaatthe box office collection Day 15: રજનીકાંતની ફિલ્મ અન્નાત્થેએ કર્યું 228 કરોડનું કલેક્શન

અન્નાત્થે ફિલ્મ કમાણી

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનોખું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ દુનિયાભરના થિયેટર્સમાં પોતાની એક અલગ છાપ છોડી રહી છે અને કેટલાક રેકોર્ડ પણ તોડી રહી છે.

  • Share this:
Annaatthe box office collection Day 15: સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ની ફિલ્મ અન્નાત્થે (Annaatthe) દિવાળી પર 4 નવેમ્બરે રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનોખું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ દુનિયાભરના થિયેટર્સમાં પોતાની એક અલગ છાપ છોડી રહી છે અને કેટલાક રેકોર્ડ પણ તોડી રહી છે. હાલમાં આ ફિલ્મ હાલમાં ક્યાંય પાછી પડે તેમ લાગતું નથી. સિરુથાઈ સિવા દ્વારા ડાયરેક્ટ (directed by Siruthai Siva) કરવામાં આવેલી ફિલ્મ ઓડિયન્સને એટ્રેક્ટ કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, અન્નાથેએ અત્યાર સુધી 15 દિવસમાં 228 કરોડનો બિઝનેસ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિકેન્ડ સુધી ફિલ્મ 250 કરોડ સુધી પહોંચી જશે.

રજનીકાંતની અન્નાત્થેએ કરી 228 કરોડની કમાણી

સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અન્નાત્થે દિવાળી પર રિલીઝ કરવામાં આવી હતી. કીર્તિ સુરેશ અને રજનીકાંત સ્ટારર ફેમિલી ડ્રામા ફિલ્મ હાલ કમાલ કરી રહી છે. ફિલ્મમાં કિર્તિ અને રજનીકાંત ભાઈ બહેનના પાત્રોમાં છે. ફિલ્મમાં બન્ને વચ્ચેનો બોન્ડ દર્શાવવામાં આવ્યો છે અને દર્શાવાયું છે કે કઈ રીતે રજનીકાંતના કાલૈયાન કિર્તિ સુરેશના થાન્ગા મીનાત્ચીને મુશ્કેલીઓથી બચાવે છે.

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયાબાલનના ટ્વિટ મુજબ અત્યાર સુધી ફિલ્મ અન્નાત્થેએ 228.79 કરોડની કમાણી કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અન્નાત્થેનું વર્લ્ડવાઈલ્ડ બોક્સ ઓફિસ કલેક્શન પહેલા અઠવાડિયે 202.47 કરોડ, બીજા અઠવાડિયામાં Day 1 - Rs 4.05 કરોડ, Day 2 - Rs 4.90 કરોડ, Day 3 - Rs 6.21 કરોડ, Day 4 - Rs 7.14 કરોડ, Day 5 - Rs 1.02 કરોડ, Day 6 - Rs 1.33 કરોડ Day 7 - Rs 1.67 કરોડ Total - Rs 228.79 કરોડ રહ્યું છે.

તમિલનાડુમાં ફિલ્મે લગભગ 150 કરોડનો બિઝનેસ કર્યો છે. રાજ્યમાં ફિલ્મે 142 કરોડનો બિઝનેસ કર્યો છે. મનોબાલાએ ટ્વિટમાં જાણકારી આપી છે કે, "#Annaatthe TN Box Office Film PICKS UP in mid week. Week 1 - Rs 119.53 cr. Week 2 Day 1 - Rs 3.27 cr. Day 2 - Rs 4.54 cr. Day 3 - Rs 5.33 cr. Day 4 - Rs 5.86 cr. Day 5 - Rs 0.90 cr. Day 6 - Rs 1.17 cr. Day 7 - Rs 1.45 cr. Total - Rs 142.05 cr."

અન્નાત્થે

સન પિક્ચર્સના કલાનિથી મારન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ અન્નાત્થે 2021માં સૌથી ઝડપી 200 કરોડ કમાનાર ફિલ્મ બનવા જઈ રહી છે. ફેમિલી ડ્રામામાં ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ દર્શાવાયો છે.

આ પણ વાંચોનેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ પરની એવી 5 ફિલ્મો જેમાં કલાકારોએ ઓન સ્ક્રીન કર્યું હતું સેક્સ

ફિલ્મમાં રજનીકાંત અને કિર્તિ સુરેશ સિવાય ફિલ્મમાં નયનતારા, મીના, ખુશ્બુ, અભિમન્યુ સિંહ, જગાપતિ બાપુ, સૂરી અને પ્રકાશ રાજ પણ મહત્વના પાત્રોમાં છે. ફિલ્મનું મ્યૂઝિક ડી ઈમ્માન દ્નારા કમ્પોઝ કરાયું છે.
Published by:kiran mehta
First published: