પ્રસિદ્ધ ગીતકાર અભિલાષનું નિધન, લિવરની બીમારી બાદ દુનિયાને અલવિદા કહ્યુ

(photo credit: facebook/Hitesh Kumar)

અભિલાષ લિવરના કેન્સરથી પીડિત હતા, જે બાદમાં તેમના લિવર ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરવામાં આવી રહી હતી. હાલત બગડતા મુંબઈ ખાતે તેમનું નિધન થઈ ગયું છે.

 • Share this:
  મુંબઈ: વર્ષ 1986માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'અંકુશ' (1986 Bollywood Movie Ankush) માટે 'ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના' (Itni Shakti Hamein Dena Data) જેવા ગીતના ગીતકાર અને લેખક અભિલાષ (Abhilash) આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કેન્સરને પગલે આજે સવારે ચાર વાગ્યે તેમનું નિધન (Lyricist Abhilash Passes Away) થયું છે. અભિલાષ ગત દિવસોમાં લિવરના કેન્સરથી પીડિત હતા. જે બાદમાં તેમના લિવર ટ્રાન્સપ્લાન્ટની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન હાલત બગડતા તેમનું મુંબઈ ખાતે નિધન થઈ ગયું છે.

  અભિલાષે 'લાલ ચૂડા' (1974) 'સાવક કો આનો દો' (1979), 'અંકુશ' (1986) જેવી ફિલ્મના ગીત લખ્યાં છે. બે દિવસ પહેલા લેખક લિવરના કેન્સરથી પીડિત હોવાની માહિતી મળી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં અભિલાષના પેટના આંતરડાનું પણ ઓપરેશન થયું હતું. જે બાદમાં તેમના હરવા-ફરવામાં તકલીફ પડી રહી હતી. અભિલાષે મુંબઈના ગોરેગાંવ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

  પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ દ્વારા કલાશ્રી એવૉર્જ સન્માનિત અભિલાષ 'ઇતની શક્તિ હમે દેના દાતા' ગીત માટે આજે પણ એટલા જ પ્રસિદ્ધ છે. આજે પણ આ ગીત દેશની અનેક સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાય છે. ઉલ્લેખનીય છે કે આ ગીતનું દુનિયાની આઠ ભાષામાં અનુવાદ થયું છે. 'ઇતની શક્તિ હમે દેના દાતા' ઉપરાંત અભિલાષના 'તુમ્હારી યાદ કે સાગર મેં', 'સંસાર હૈ એક નદીયા' અને 'સાંજ ભઈ ઘર આ આ' ગીત લોકપ્રિય થયા છે.

  'ઇતની શક્તિ હમે દેના દાતા'

  આ ગીત મહિલા અને પુરુષ ગાયક એમ બંને અવાજમાં રેકોર્ડ થયું છે. એકમાં સુષમા શ્રેષ્ટ, પુષ્પા પાગધરે વગેરેનો અવાજ છે. જ્યારે બીજામાં ઘનશ્યામ વાસવાની, અશોક ખોસલા, શેખર સાવકાર અને મુરળીધરનો અવાજ છે.

  આ પણ વાંચો: ગાંધીનગર: SPG નેતા ધર્મેન્દ્ર પટેલ પર તલવાર, ડંડાથી જીવલેણ હુમલો, હુમલો સીસીટીવીમાં કેદ

  સંગીતકાર કુલદીપ સિંહે આ ગીતને એન ચંદ્રાની ફિલ્મ અંકૂશ માટે સંગીતબદ્ધ કર્યું હતું. આ પહેલા ફિલ્મ 'સાથ સાથ'માં કુલદીપ સિંહનું સંગીત ખૂબ વખાણાયું હતું. તેઓ ફિલ્મ જગતમાં સંઘર્ષ કરી રહ્યા હતા. કુલદીપ સિંહે કોઈ ફી લીધા વગર અંકુશ ફિલ્મ માટે સંગીત આપ્યું હતું. આ ફિલ્મ અને ગીત બંને સુપરહિટ થયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: