અંકિતાએ વિક્કી જૈનને જણાવ્યો મિત્ર, પાર્ટનર, સોલમેટ, VIRAL થઇ પોસ્ટ

અંકિતાએ વિકી જૈન માટે શેર કરી ભાવૂક પોસ્ટ

અંકિતા લોખંડે (Ankita Lokhande) એ સોમવારે તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain) માટે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીથી બોલિવૂડમાં તેમનાં પગરવ માંડનારી અંકિતા લોખંડે (Ankita Lokhande) સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. અને તેનાં અકાઉન્ટથી લેટેસ્ટ તસવીર અને વીડિયો શેર કરી છે. આ લિસ્ટમાં અંકિતા એ સોમવારે તેનાં બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain) માટે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. જે હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.

  વિક્કી જૈનને જણાવ્યો તેનો મિત્ર, પાર્ટનર અને સોલમેટ- અંકિતાએ વિક્કી જૈન માટે પોસ્ટ લખે છે, આપનાં માટે જે મારી ભાવનાઓ છે, તેને શબ્દોમાં જાહેર કરી શકતી નથી, જ્યારે પણ આપણે બંનેને સાથે જોવું છું તો પહેલી વાત મારા મગજમાં આવે છે તે કે, મારાં જીવનમાં તમે એક મિત્ર, પાર્ટનર અને સોલમેટનાં રૂપમાં ભગવાને મોકલ્યો છે અને હું ભગવાનની આભારી છું, મારી દરેક મુસીબતને પોતાની બનાવવા માટે અને મારી મદદ કરવા માટે દિલથી આભાર'.
  વિક્કી જૈનનો માન્યો આભાર- અંકિતા તેની પોસ્ટમાં લખે છે કે, 'મને અને મારી સ્થિતિને સમજવા માટેસ સૌથી મહત્વપૂર્ણ ધન્યવાદ. અને મને ખેદ છે કે મારે કારણે આપને આલોચનાનો સામનો કરવો પડ્યો, જે માટે આપ જરાં પણ યોગ્ય નથી. શબ્દો ઓછા પડી જાય છે પણ આ બંધન અદ્ભુત છે, હું તમને પ્રેમ કરુ છું.'
  Published by:Margi Pandya
  First published: