અંકિતા લોખંડેએ BF વિક્કી સાથે શેર કર્યો વીડિયો, બોલ્યો- ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો...'
અંકિતા લોખંડેએ BF વિક્કી સાથે શેર કર્યો વીડિયો, બોલ્યો- ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો...'
અંકિતા લોખંડે BF વિકી જૈન સાથે
અંકિતા લોખંડે (Ankita Lokhande)નો આ વીડિયો ચર્ચામાં છે જેમાં બંને અંકિતા અને વિકી જૈન (Vicky Jain) રિશિ કપૂર નિતૂ સિંહનાં સોન્ગ પર ગાડીમાં ગાતા અને મિમિક કરતા નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીથી ઇન્ડસ્ટ્રી સુધી તેની એક્ટિંગનાં દમ પર ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલમાં વિક્કી જૈન સાથે તેનાં રિલેશનશીપ મામલે ઘણી જ ચર્ચામાં છે. તેણે હમણાં જ વિક્કી સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એટલું જ નહીં તે દુનીયાનીસામે વિક્કી (Vicky Jain) સાથે ઘણી વખત તેમે દુનીયાની સામે તેનાં પ્રેમનો એકરાર કર્યો છે. આ વખતે પણ તે એવું જ કરતી નજર આવી છે. અંકિતાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો અને તસવીરો શેર કરી છે.
અંકિતાનો આ વીડિયો ખુબજ ચર્ચામાં છે. વીડીયોમાં અંકિતા બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે કારમાં નજર આવે છે. અને તેઓ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો.. ગાતી નજર આવે છે. વીડિયોમાં વિક્કી જૈને માસ્ક લગાવેલું છે. અને અંકિતા વગર માસ્ક પહેરે નજર આવે છે.
જોકે આ વાત અલગ છે કે તે બાદમાં વિક્કી જૈનનું માસ્ક હટાવી દે છે. આ વીડિયો અંકિતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે.
એટલું જ નહીં આ વખતની દીવાળી અંકિંતા લોખંડે અને વિક્કી જૈને સાથે ઉજવી હતી. તેણે સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતાં. જેમાં વિક્કી જૈન પણ તેની સાથે નજર આવે છે.
જે તેનાં ફેન્સની વચ્ચે જ જરાં પણ પસંદ નથી તેથી જ લોકો તેનાં પર કમેન્ટ્સ કરી રહ્યાં છે. અને બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સને આ જોવું પસંદ આવ્યું નથી. અને તેમણે અંકિતાને આ અંગે સવાલો પણ પુછ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર