અંકિતા લોખંડેએ BF વિક્કી જૈન માટે શેર કરી ફિલિંગ, દુખી થઇ ગયા સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ
અંકિતા લોખંડેએ BF વિક્કી જૈન માટે શેર કરી ફિલિંગ, દુખી થઇ ગયા સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ
(PHOTO:@lokhandeankita/Instagram)
સોશિયલ મીડિયા દ્વારા અંકિત લોખંડે (Ankita Lokhande) ઘણી વખત વિક્કી જૈન (Vicky Jain) પર પ્રેમ વરસાવતી નજર આવે છે. હવે જ્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે તો અંકિતા વિક્કી જૈન માટે તેનાં પ્રેમનો એકરાર કરવામાં પણ અચકાઇ નથી. પ્રપોઝ ડે સમયે અંકિતાએ વિક્કી જૈન માટે પ્રેમનો એકરાર કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી અને બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક્સ ગર્લફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. અંકિતા લોખંડે વિક્કી જૈન (Vicky Jain) માટે તેનો પ્રેમ જાહેર કરવામાં જરાં પણ અચકાતી નથી. ઘણી વખત તે વિક્કી જૈન સાથે તેની રોમેન્ટિક ફોટો, વીડિયો શેર કરતી રહે છએ. અને પબ્લિક ઇવેન્ટમાં પણ તેનો હાથ પકડતા અચકાતી નથી. સોશિયલ મીડિયા દ્વારા અંકિતા લોખંડે સતત તેનાં પર પ્રેમ વરસાવતી રહે છે.
હવે જ્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યો છે તો અંકિતા, વિક્કી જૈન માટે તેનાં પ્રેમનો એકરાર કરવામાં પાછળ નથી અચકાતી, પ્રપોઝ ડે સમયે પણ અંકિતા લોખંડેએ વિક્કી જૈન માટે તેનાં પ્રેમનો ખુલીને ઇઝહાર કર્યો છે. પ્રપોઝ ડેનાં સમયે અંકિતા લોખંડેએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનાં સુપરહિટ સોન્ગ 'મનવા લાગે' પર સુંદર ડાન્સ કર્યો છે. અને વિક્કી જૈનને પ્રપોઝ કર્યું ચે. વીડિયોમાં અંકિતા લોખંડે બ્લૂ કલરનાં સૂટમાં ડાન્સ કરતી નજર આવે છે.
વીડિયો શેર કરતાં અંકિતા લોખંડેએ કેપ્શનમાં લખ્યું છે કે, 'કિસી કા તો હોગા હી તૂ... ક્યોનાં તૂઝે મે હી જીત લૂ.. વિક્કી જૈન હેપ્પી પ્રપોઝ ડે' અંકિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. જોકે આ વીડિયો શેર થતા દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સે ફરી એક વખત નારાજગી જાહેર કરી છે. કારણ કે, તેમને ફરી એક વખત સુશાંતની યાદ આવી ગઇ છે.
આપને જણાવી દઇએ કે, સુશાંતનાં મોત બાદ અંકિતા લોખંડેએ તેનાં મોત પાછળનું સત્ય બહાર લાવવા જંગ ખેલી હતી. પણ સુશાંતનાં ફેન્સનું કહેવું છે કે, હવે એક્ટ્રેસ તેનાં જીવનમાં ગૂમ થઇ ગઇ છે. અને તેને સુશાંતનાં મોત પાછળનું કારણ શોધવાનું બધ કરી દીધુ છે. જેને કારણે તેઓ ઘણાં નિરાશ છે. વીડિયોનાં કમેન્ટ સેક્શનમાં તેઓ માયૂસી જાહેર કરી રહ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર