સુશાંતની ફિલ્મની રિલીઝની ગણતરીની મિનિટ પહેલાં અંકિતાએ લખી પોસ્ટ, બસ છેલ્લી વાર..

અંકિતા લોખંડે, સુશાંત સિંઘ રાજપૂત

સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara) 24 જૂલાઇનાં રોજ સાંજે 7.30 વાગ્યે ઓટીટી પ્લેટફર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' (Dil Bechara) રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ 24 જૂલાઇ 2020નાં ફિલ્મની રિલીઝની ગણતરીની મિનિટ પહેલાં તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ (Ankita Lokhande) એક ભાવૂક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં અંકિતાએ લખ્યુ હતું કે, પવિત્ર રિશ્તાથી દિલ બેચારા સુધી. આ છેલ્લી વખત..

  અંકિતાએ ફિલ્મ શરૂ થવાનાં છ મિનિટ પહેલાં એટલે કે 7.24 વાગ્યે ફિલ્મનું મોશન પોસ્ટર શેર કર્યુ હતું અને આ મેસેજ લખ્યો હતો. આપને જણાવી દઇએ કે સુશાંત રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા' 24 જૂલાઇનાં રોજ સાંજે 7.30 વાગ્યે ઓટીટી પ્લેટફર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી. ફિલ્મને દર્શકો દ્વારા IMBd પર 10માંથી 10 રેટિંગ આપવામાં આવ્યાં છે.  ફિલ્મમાં સુશાંતનું નામ મૈની છે. મૈનીનો રોલ ઘણાં ખરાં અંશે સુશાંતને મળતો આવે છે. ખુશ મિજાજ અને પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારો વ્યક્તિ છે મૈની. મૈની રજનીકાંતનો મોટો ફેન છે. તો સંજનાનું નામ છે કિજી બાસુ. જે કેન્સર પેશન્ટ છે. તે તેની બોરિંગ લાઇફથી કંટાળી ગઇ છે. તે જરાં પણ ખુશ નથી. ત્યારે તેનાં જીવનમાં મૈનીની એન્ટ્રી થાય છે અને તે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.

  આ પણ વાંચો- સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'એ તોડ્યા તમામ રેકોર્ડ, IMDb પર મળ્યાં 10/10 રેટિંગ

  આ ફિલ્મ મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પોપ્યુલર નોવેલ અને હોલિવૂડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન આર સ્ટાર્સ'થી પ્રેરિત છે.
  Published by:Margi Pandya
  First published: