Home /News /entertainment /

VIDEO: ડીપ નેક ડ્રેસને લીધે અંકિતા લોખંડેને પડી મુશ્કેલી, ટ્રોલર્સે સાધ્યું નિશાન

VIDEO: ડીપ નેક ડ્રેસને લીધે અંકિતા લોખંડેને પડી મુશ્કેલી, ટ્રોલર્સે સાધ્યું નિશાન

ડ્રેસને કારણે અંકિતા લોખંડે અસહજ દેખાઇ રહી હતી

Ankita Lokhande Troll: તે ડ્રેસ સાથે કમ્ફોર્ટેબલ નહોતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોએ તેની પર નિશાન સાધતાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

    મુંબઇ: ફિલ્મ અને ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) તેની પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફને લઇને પણ લાઇમ લાઇટમાં રહે છે. સોશિયલ મીડિયા (Social Media) પર તે બહુ જ સક્રિય છે અને પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ડીપ નેક ડ્રેસ પહેર્યું છે. આ ડ્રેસને કારણે તે પોતે પણ સહજ દેખાઇ રહી નથી. વીડિયો વાયરલ થતાં લોકો તેને ટ્રોલ (Ankita Lokhande troll) કરી રહ્યા છે.

    તાજેતરમાં જ અંકિતા લોખંડે પતિ વિક્કી જૈન સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટ માટે તેણે ડીપ નેક શિમરી ગાઉન પહેર્યું હતું, પરંતુ કારમાંથી ઉતરતી વખતે તે અસહજ દેખાઇ હતી, જે જોતાં લાગે છે કે તે ડ્રેસ સાથે કમ્ફોર્ટેબલ નહોતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકોએ તેની પર નિશાન સાધતાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

    વાયરલ થઇ રહેલા વીડિયોમાં અંકિતા લોખંડે કારમાંથી ઉતરતી દેખાય છે. આ સમયે ડીપ નેક ડ્રેસને કારણે તેને મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ફેન્સ આ વાતને લઇને જ અંકિતાને ટ્રોલ કરી રહ્યા છે.








    View this post on Instagram






    A post shared by Voompla (@voompla)





    આ પણ વાંચો: મોનાલિસાનો રેડ એન્ડ બ્લેક આઉટફિટમાં મોહક અંદાજ

    આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝર્સે લખ્યું કે, જ્યારે કમ્ફોર્ટેબલ નથી તો આવા કપડા પહેરીને કેમ નીકળો છો. જ્યારે એક બીજા યુઝરે લખ્યું કે, ક્યારેક તો વ્યવસ્થિત કપડા પહેરો. અન્ય એક યુઝરે લખ્યું કે, હવે તો રાખી સાવંત પણ સુધરી ગઇ છે અને તે આવા કપડા પહેરી રહી છે.

    નોંધનીય છે કે, થોડા સમય પહેલા અંકિતા લોખંડે અને વિક્કી જૈને રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'ની ટ્રોફી જીતી હતી. આની સાથે જ 25 લાખ રૂપિયા કેસ પ્રાઇઝ પણ જીતી હતી. અંકિતા અને વિક્કી માટે આ જીત એટલા માટે પણ ખાસ છે કે, તેમણે ડ્રીમ વેડિંગના થોડાક દિવસો બાદ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ankita Lokhande, Bollywood actress, Bollywood News in Gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन