'પવિત્ર રિશ્તા 2.0'માં શું SUSHANT SINGH RAJPUTની યાદ આવશે? જાણો શું બોલી ANKITA LOKHANDE

'પવિત્ર રિશ્તા'નાં એક સીનમાં અંકિતા અને સુશાંત

સાત વર્ષ બાદ હવે નિર્માતાએ 'પવિત્ર રિશ્તા 2.0'નાં રૂપમાં પરત લાવવાની તૈયારીમાં છે. શોમાં ફરી એક વખત અંકિતા લોખંડે (Ankita Lokhande) 'અર્ચના'નાં રોલમાં નજર આવશે. તો શોમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) 'માનવ'નાં રોલમાં હતો તે રોલ હવે શહીર શેખ અદા કર કરશે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અંકિતા લોખંડે (Ankita Lokhande) અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સ્ટાર એકતા કપૂરની 'પવિત્ર રિશ્તા' (Pavitra Rishta) ભારતીય ટીવીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ જોવામાં આવતો શોમાંથી એક છે. દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે અદા કરેલો 'માનવ'નો રોલ હવે શહીર શેખ (Shaheer Sheikh) અદા કરશે. આ વચ્ચે શો અંગે પહેલી વખત અંકિતા લોખંડેની પ્રતિક્રિયા સામે આવી છે.

  આ પણ વાંચો- મંદિરા બેદીએ જ્યારે રાજ કૌશલ માટે ઘરવાળા સામે છેડી હતી જંગ, ફિલ્મી છે બંનેની LOVE STORY

  શુક્રવારનાં પેપરાઝીએ અંકિતા લોખંડેએ તેને પરિવારનો સપોર્ટ કર્યો અને આગામી શો અંગે સવાલ કર્યા હતાં. પવિત્ર રિશતા 2.0 અંગે પુછવામાં આવતા, અંકિતાએ સીક્વલ અંગે ઉત્સાહ જાહેર કર્યો જોકે, જ્યારે એક ફોટોગ્રાફરે તેને પુછ્યું કે, શું તે સુશાંતને મિસ કરશે. તેનાં જવાબમાં અંકિતાએ કહ્યું હતું કે, 'છોટૂ બડે હો જાઓ..' એમ કહીંને તે તેની ગાડીમાં જતી રહી.
  આપને જણાવી દઇએ કે, અંકિતા અને સુશાંતની મુલાકાત એકતા કપૂરનાં ટીવી શો 'પવિત્ર રિશ્તા'નાં સેટ પર થઇ હતી. અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. તેઓ છ વર્ષો સુધી રિલેશનમાં હતાં અને વર્ષ 2016માં તેઓ અલગ થઇ ગયા. જ્યારે વર્ષ 2020માં સુશાંત આ દુનીયા છોડીને જતો રહ્યો.14 જૂન 2020નાં તેની બોડી તેનાં બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટની અંદર મૃત મળી આવી.

  આ પણ વાંચો- મની લોન્ડ્રિંગ મામલે EDએ યામી ગૌતમને મોકલ્યું સમન્સ, 7 જુલાઈએ થશે પૂછપરછ

  એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતનાં દુર્ભાગ્યપૂર્ણ નિધન બાદ અંકિતાએ તેનાં અંગે ઘણી વાતો કરી. દિવંગત એક્ટરનાં પરિવારનાં સમર્થનમાં પણ તે આવી અને ન્યાય માટે માંગણી કરી. તેણે દરેક પગલે એક્ટરનાં પરિવારનો સાથ આપ્યો. જોકે, હાલમાં જ તેણે તેનાં પર લાગેલાં આરોપો અને ટ્રોલ પર પણ પ્રતિક્રિયા આપી હતી.
  Published by:Margi Pandya
  First published: