VIRAL VIDEO: જ્યારે અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિક્કી જૈનને બધાની સામે કરી KISS

VIRAL VIDEO: જ્યારે અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિક્કી જૈનને બધાની સામે કરી KISS
અંકિતા લોખંડે અને વિકી જૈન

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં મોત (Sushant Singh Rajput Death) બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) તેનાં પરિવારની સાથે ઉભી છે. અંકિતા સતત સુશાંત માટે ન્યાય માંગી રહી છે. જેને કારણે ઘણાં સેલિબ્રિટીઝને ગુસ્સાનો શિકાર થવો પડ્યો છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની મિત્ર શિવાબની દાંડેકરે (Shibani Dandekar) અંકિતા લોખંડે પર 'બે સેકેન્ડનાં ફેમ' મેળવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ઘણાં સ્ટાર્સ અંકિતાનાં સપોર્ટમાં ઉતર્યા હતાં. આ વચ્ચે અંકિતાનો બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain) ઘણો જ ચર્ચામાં છે. હવે અંકિતા લોખંડે અને તેનાં બોયફ્રેન્ડ વિક્કી જૈનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પાર્ટીમાં નજર આવે છે.

    અંકિતા અને વિક્કી જૈનનો આ વીડિયો જૂનો છે. જેમાં બંને ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે. બંને વીડિયોમાં ટ્રેડિશનલ અવતારમાં નજર આવે છે. જે જોઇને માલૂમ પડે છે કે, આ વીડિયો કોઇ લગ્ન સમારંભનો છે.


    View this post on Instagram

    #ankitalokhande with #vickyjain ❤️❤️ at a wedding of a friend

    A post shared by Viral Bhayani (@viralbhayani) on




    વીડિયોમાં અંકિતા, વિક્કી સાથે ડાન્સ કરતી નજર આવે છે. પછી તેને ગળે મળે છે અને તેને બધાની વચ્ચે કિસ પણ કરે છે. વીડિયો 2019નો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોસ્ટ કરી છે.

    આ પણ વાંચો- કોરોના પોઝિટિવ મલાઇકા બોલી- 'કોઇ વેક્સિન બનાવી દો ભાઇ, નહીં તો જવાની જતી રહેશે'

    ઉલ્લેખનિય છે કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. બંનેએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યો હતો. પવિત્ર રિશ્તા સીરિયલ દરમિયાન બંને સાથે હતાં. પણ 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું. જે બાદ ગત વર્ષે અંકિતા લોકંડેએ વિક્કી જૈન સાતે રિલેશનશિપને પબ્લિક કરી હતી.

    આ પણ વાંચો- ડ્રગ્સ મામલે NCB હવે કરશે કરન જોહરની પાર્ટીનાં જૂના VIDEOની તપાસ? રિયા ચક્રવર્તીએ લીધા 25 સેલેબ્સનાં નામ!

    ફેબ્રુઆરીમાં જ અંકિતા લોખંડેએ રિંગ પહેરેલો ફોટો શેર કર્યો હતો. જેનાંથી અંદાજો લગાવવામાં આવ્યો હતો કે તેણે વિક્કી જૈન સાથે સગાઇ કરી લીધી છે. જોકે અત્યાર સુધી ન તો અંકિતા લોખંડે કે ન તો વિક્કી જૈને તેમની સગાઇની વાત પર મોહર લગાવી છે.
    Published by:Margi Pandya
    First published:September 14, 2020, 09:48 am

    ટૉપ ન્યૂઝ