એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કહેવાય છે ને પહેલો પ્રેમ ભૂલવો ખુબજ મુશ્કેલ છે. આ કહેવત અંકિતા લોખંડેને જોતા લાગે કેટલી સાચી છે. અંકિતા લોખંડે (Ankita Lokhande)એ વર્ષો પહેલાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rjaput)ની સાથે બ્રેકઅપ કરી લીધુ હતું અને તેનાં જીવનમાં વિક્કી જૈન સાથે આગળ વધી ગઇ છે. જોકે, આજે પણ તે સુશાંતની યાદોમાંથી બહાર નથી આવી શકી. મકર સંક્રાંતિ (Makar Sankranti)નાં સમયે અંકિતા લોખંડેએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો હતો. અને ફરી એક વખત દિલનાં હાલ જણાવ્યાં હતાં.
અંકિતા લોખંડે (Ankita Lokhande)એ ઇન્સ્ટાગ્રામ પર મકર સંક્રાંતિ (Makar Sankranti) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પતંગ ઉડાવતી નજર આવે છે. વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કાય પો છે' (Kai Po Che)નું ગીત વાગી રહ્યું છે.
વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે- 'હાલમાં પણ મારા રુવાંટા ઉભા છે. જ્યારે પણ આ ગીત સાંભળું છુ, શું શાનદાર ફિલ્મ હતી. અને સુંદર યાદો..ની સાથે તે શું સુંદર સફર હતી. તમામને મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.'
આ વીડિયો તન્મય ખુટલે એડિટ કર્યો છે. અંકિતા લોખંડેનાં આ વીડિયો પર ટીવી અને બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે સુશાંતનાં ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું છે કે- લોકો ચાલ્યા જાય છે. પણ યાદ રહી જાય છે. દિલમાં કહાની બની ને... તો, સુશાંતનાં કેટલાંક ફેન્સ એવાં પણ છે જે પોસ્ટમાં સંદીપ સિંહ અંગે સવાલ કરી રહ્યાં છે.
આપને જણાવી દઇ કે, અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત લાંબા સમય સુધી રિલેશનમાં હતાં. બંને વચ્ચે ટીવી શો 'પવિત્ર રિશ્તા'થી નજદીકીયાઓ વધી હતી. વર્ષ 2011માં સુશાંત સિંહ રાજપૂતે ડાન્સ રિયાલીટી શો 'ઝલક દિખલા જા'નાં સેટ પર અંકિતાને પ્રપોઝ કરી હતી. વર્ષ 2013માં જ્યારે 'કાય પો છે'નું પ્રીમિયર થયુ હતું તે સમયે અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતની સાથે હતી. સુશાંતનાં નિધન બાદ પણ તે એક્ટરનાં પરિવાર પડખે ઉભી છે.
Published by:Margi Pandya
First published:January 15, 2021, 14:38 pm