Home /News /entertainment /Sushant Singh Rajput: સુશાંત સિંહને યાદ કરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી અંકિતા લોંખડે, કહ્યું કે, 'તે મારા માટે બધું હતો'

Sushant Singh Rajput: સુશાંત સિંહને યાદ કરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી અંકિતા લોંખડે, કહ્યું કે, 'તે મારા માટે બધું હતો'

સુશાંત સિંહને યાદ કરી રડી પડી અંકિતા લોંખડે.

Sushant Singh Rajput: અંકિતા રાજપૂત આ અઠવાડિયે રિયાલિટી શો ‘ડીઆઈડી સુપર મોમ’માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળશે, જેનો એક પ્રોમો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોાં તે ઘણી ભાવુક જોવા મળી રહી છે. હકીકતમાં શોના અપકમિંગ એપિસોડમાં એક પર્ફોર્મન્સ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવ્યું

વધુ જુઓ ...
    અંકિતા રાજપૂત આ અઠવાડિયે રિયાલિટી શો ‘ડીઆઈડી સુપર મોમ’માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળશે, જેનો એક પ્રોમો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોાં તે ઘણી ભાવુક જોવા મળી રહી છે. હકીકતમાં શોના અપકમિંગ એપિસોડમાં એક પર્ફોર્મન્સ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવ્યું અને આ ગીત એટલું સ્પર્શી ગયું કે અંકિત સેટ પર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

    આ દરમિયાન અંકિતાની સાથે ‘પવિત્ર રિશ્તા’ની કો-સ્ટાર અને અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી પણ શોમાં જોવા મળી. હકીકતમાં શોમાં મધ્યપ્રદેશના કન્ટેસ્ટન્ટ્સ સુશાંત સિંહ રાજપૂત માટે પરફોર્મ કરતો જોવા મળ્યો. આ પર્ફોર્મન્સને જોઈ અંકિતા અને ઉષા નાડકર્ણી બંને રડતા જોવા મળ્યા. જણાવી દઈએ કે અંકિતા ‘પવિત્ર રિશ્તા’માં સુશાંતની સાથે શરૂઆત કરી હતી અને વર્ષો સુધી તેની સાથે રિલેશનશિપમાં હતી.








    View this post on Instagram






    A post shared by ZEE TV (@zeetv)






    આ દરમિયાન અંકિતા લોખંડેએ કહ્યું, ‘તે ખૂબ જ નજીકનો મિત્ર હતો..મારું બધું હતું અને તે જ્યાં પણ હોય તે ખુશ હશે મને વિશ્વાસ છે. ભગવાન તેને આશીર્વાદ આપે.’ શોમાં માનવની માતા સુશાંતની ભૂમિકા નિભાવનાર ઉષા નાડકર્ણી પણ આ દરમિયાન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર હવે આ શોનો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે.

    આ વીડિયોને જોઈ સુશાંતના ફેન્સ ઘણા ભાવુક થઈ ગયા છે અને કમેન્ટ કરી તેને યાદ પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ પોતાના મુંબઈના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેણે પોતાના ધરે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે પવિત્ર રિશ્તાથી માનવ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં તેનો અને અંકિતાનો ઓન સ્ક્રીન પ્રેમ ઓફ સ્ક્રીનમાં બદલાય ગયો. સુશાંતે અંકિતાને નેશનલ ટીવી પર એક ડાન્સ રિયાલિટી શોમાં પ્રપોઝ પણ કર્યું હતું. સુશાંતે બોલિવૂડમાં ડેબ્યુ કરવાના થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા હતા. અંકિતાએ ગયા વર્ષે બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કરી લીધા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ankita Lokhande, Entertainemt News, Sushant singh rajput

    विज्ञापन
    विज्ञापन