Home /News /entertainment /

Ankita Lokhande Birthday: કેમ 6 વર્ષ લિવ-ઈનમાં રહ્યા બાદ અંકિતા-સુશાંતની લવસ્ટોરીનો અંત આવ્યો?

Ankita Lokhande Birthday: કેમ 6 વર્ષ લિવ-ઈનમાં રહ્યા બાદ અંકિતા-સુશાંતની લવસ્ટોરીનો અંત આવ્યો?

અંકિતા લોખંડેના જન્મદિવસના અવસર પર, આપણે વીતેલા દિવસોને યાદ કરીશું અને જાણીશું કે આ યુગલની લવ સ્ટોરી કેવી રીતે સમાપ્ત થઈ

ટીવી શો પવિત્ર રિશ્તા (Pavitra Rishta)થી દર્શકોના દિલમાં વસી ગયેલી અભિનેત્રી (Actress) અંકિતા લોખંડે (Ankita Lokhande) છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ (Boy Friend) વિકી જૈન (Vicky Jain) સાથે સાત ફેરા ફરી લગ્ન (Marriage)ના બંધનમાં બંધાઈ

વધુ જુઓ ...
    મુંબઈ : ટીવી શો પવિત્ર રિશ્તા (Pavitra Rishta)થી દર્શકોના દિલમાં વસી ગયેલી અભિનેત્રી (Actress) અંકિતા લોખંડે (Ankita Lokhande Birthday) છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી ચર્ચામાં છે. કારણ કે તેણી તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ (Boy Friend) વિકી જૈન (Vicky Jain) સાથે સાત ફેરા ફરી લગ્ન (Marriage)ના બંધનમાં બંધાઈ છે. આ સાથે જ વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ (Death)બાદ પણ અંકિતા ઘણી ચર્ચામાં આવી હતી. વર્ષ 2006માં ટેલેન્ટ હન્ટ રિયાલિટી શો આઈડિયા ઝી સિનેસ્ટાર (Zee CineStar)થી પોતાના ટીવી કરિયર (Career)ની શરૂઆત કરનાર આ અભિનેત્રીનો આજે જન્મદિવસ (Birthday) છે. મધ્યપ્રદેશના ઈન્દોર (Indore)માં 19 ડિસેમ્બર 1984ના રોજ જન્મેલી અંકિતા અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની લવ સ્ટોરી (Love Story) બધાને યાદ છે. આજે, જન્મદિવસના અવસર પર, આપણે વીતેલા દિવસોને યાદ કરીશું અને જાણીશું કે આ યુગલની લવ સ્ટોરી કેવી રીતે સમાપ્ત થઈ.

    સુશાંત આજે આપણી વચ્ચે નથી. એક સમય હતો જ્યારે પવિત્ર રિશ્તા શો ઘર-ઘરમાં જોવામાં આવતો હતો. આ સીરિયલમાં કામ કરનારી એક્ટર અંકિતા લોખંડે (Ankita Lokhande) ની સાથે સ્ક્રીન પર લોકો સુશાંતને પસંદ કરવા લાગ્યા હતા. સાથે જ કામ કરતી વખતે બંને વચ્ચે નિકટતા પણ વધતી જતી હતી, પછી બંને પ્રેમમાં પડ્યા અને કાયમ સાથે રહેવાનું વચન આપ્યું. બંનેએ લગભગ 6 વર્ષ સાથે લિવ ઇનમાં વિતાવ્યા.

    જાન્યુઆરી 2016માં સમાચાર આવવા લાગ્યા હતા કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે પરંતુ અચાનક બ્રેકઅપના સમાચારથી તેમના ફેન્સ નિરાશ થઈ ગયા હતા. જે બાદમાં આ કપલે પણ સ્વીકારી લીધું હતું. વાસ્તવમાં, એવું કહેવાય છે કે અંકિતા સુશાંત સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેઓ હજી સુધી આ સંબંધ માટે તૈયાર નહોતા. સુશાંત પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતો હતો. પરંતુ સુશાંતે તેને નકારતા ટ્વિટર પર લખ્યું- એવું કંઈ નહોતું. બસ એકબીજાને સમજવાની વાત છે. બંનેમાં આ વાતની ઉણપ હતી અને તેથી સંબંધ તૂટી ગયો.

    આ પણ વાંચો - વર્ષ 2021ની એવી 5 ફિલ્મો જે સેક્સિસ્ટ ડાયલોગના કારણે ખૂબ જ ચર્ચામાં રહી

    બ્રેકઅપના લાંબા સમય સુધી અંકિતા ડિપ્રેશનમાં હતી. તે પછી તેણે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અંકિતા મણિકર્ણિકા ફિલ્મમાં ફુલકારી બાઈનો રોલ કરતી જોવા મળી હતી. આ પછી તેની મિત્રતા વિકી જૈન સાથે થઇ અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. હવે જોઈએ તો અંકિતા લોખંડે અને વિકી જૈન પતિ - પત્ની છે. તેઓ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ankita Lokhande, Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन