સુશાંતનાં મોતને 2 મહિના થતા ભાવૂક થઇ અંકિતા, પહેલી વખત વિકાસ જૈને પણ કરી કમેન્ટ

News18 Gujarati
Updated: August 14, 2020, 4:22 PM IST
સુશાંતનાં મોતને 2 મહિના થતા ભાવૂક થઇ અંકિતા, પહેલી વખત વિકાસ જૈને પણ કરી કમેન્ટ
અંકિતા લોખંડે વિકી જૈનની સાથે (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનને 2 મહિના પૂર્ણ થઇ ગયા છે ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ (Ankita Lokhande) ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેનાં માટે મેસેજ લખ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનને 2 મહિના પૂર્ણ થઇ ગયા છે ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ (Ankita Lokhande) ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેનાં માટે મેસેજ લખ્યો છે.સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન મામલો દિવસે દિવસે વધુ ગુઢ બનતો જઇ રહ્યો છે હાલમાં તેનાં નિધનને બે મહિના થઇ ગયા છે ફરી એક વખત તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) તેને યાદ કરીને ભાવૂક થઇ ગઇ છે. સુશાંતની યાદમાં તેણે ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે સુશાંત માટે 15 ઓગસ્ટ એટલે કે કાલે (શનીવારે) થનારી ગ્લોબલ પ્રેયર મીટમાં જોડાવવા લોકોને અપીલ કરી છે.

સુશાંત સિંહ રજાપૂત અને અંકિતા લોખંડે લાંબા સમયથી રિલેશનમાં રહી ચૂક્યા હતાં. વર્ષ 2016માં તેમનાં સંબંધોમાં તિરાડ પડી અને તેઓ અલગ થઇ ગયા. એટલું જ નહીં સુશાંતનાં ગયા બાદ અંકિતા જે રીતે તેનાં પરિવાર સાથે ઉભી છે તેનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. એક તરફ સુશાંતનાં નિધન બાદ અંકિતા તદ્દન તુટી ગયેલી નજર આવી હતી. જ્યારે સુશાંતને આજે ગયે બે મહિના થઇ ગયા છે ત્યારે તેને ફરી યાદ કરીને તે ભાવૂક થઇ ગઇ છે. તે લખે છે કે, 'આજે પૂરા બે મહિના થઇ ગયા સુશાંત... મને ખબર છે તુ જ્યાં પણ હોઇશ ખુશ હોઇશ.' આ સાથે જ તેણે બ્લેસિંગ્સ વાળી ઇમોજી શેર કરી છે. અને પોસ્ટમાં લખ્યુ છે કે, કૃપ્યા કાલે 15 ઓગસ્ટનાં સવારે 10 વાગ્યે ગ્લોબલ પ્રેયર મિટમાં શામેલ થાઓ અને આપણાં સૌનાં વ્હાલા સુશાંત માટે પ્રાર્થના કરો.

અંકિતા ઉપરાંત તેનાં બોયફ્રેન્ડ વિકી જૈને પણ સુશાંતનાં ગયા બાદ પહેલી વખત તેનાં માટે પોસ્ટ શેર કરી છે. તેણે પણ જનતાને સુશાંતની ગ્લોબલ પ્રેયર મિટમાં શામેલ થવા આહ્વાન કર્યું છે. અને સુશાંત માટે પોસ્ટ મુકી છે.
આપને જણાવી દઇએ કે, અંકિતાએ ગત રોજ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કેહતી નજર આવી હતી કે, આખો દેશ જાણવાં ઇચ્છે છે કે, આખરે સુશાંત સિંહ રાજૂપત સાથે શું થયુ હતું. અંકિતા કહે છે કે, જસ્ટિસ ફોર સુશાંત અને સુશાંત કેસની તપાસ માટે CBIની માંગ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર #justiceforsushantsinghrajput અને #CBIforSSR વાયરલ થયા છે.
Published by: Margi Pandya
First published: August 14, 2020, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading