Home /News /entertainment /MMS લીક થયા પછી કંઈક મોટું કરવા જઈ રહી છે 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા, ફોટો શેર કરી આપ્યા સંકેત

MMS લીક થયા પછી કંઈક મોટું કરવા જઈ રહી છે 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા, ફોટો શેર કરી આપ્યા સંકેત

ફરી વાયરલ થઇ કચ્ચા બદામ ગર્લ અંજલિ

Anjali Arora: 'કચ્ચા બદામ' ગીત પરથી વાયરલ થયેલી અંજલિ અરોરા વીડિયો લીક સ્કેન્ડલ પછી ફરી ચર્ચામાં આવી છે. અંજલિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે.

    સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર અને મોડલ અંજલિ અરોરાને ઈન્ટરનેટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. 'કચ્ચા બદામ' ગીત પર એનો વીડિયો ખુબ વાયરલ થયો હતો, ત્યાર બાદ તેને કંગના રાણાવતના શો 'લોક અપ'માં આવવાનો મોકો મળ્યો હતો. આ શોથી અંજલિને ખુબ પોપ્યુલારિટી મળી છે. ગયા દિવસોમાં ઈન્ટરનેટ પર એક અશ્લીલ MMS વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વીડિયોમાં જોવા મળી રહેલ છોકરી અંજલિ અરોરા છે. જો કે અંજલિ અરોરાએ આ દાવાને ફગાવી દીધો. હવે અંજલિની વધુ એક પોસ્ટ વાયરલ થઇ રહી છે.

    જે લેટેસ્ટ તસવીરો સામે આવી છે તેમાં અંજલિની અલગ સ્ટાઈલ જોવા મળી રહી છે. ઘણીવાર વેસ્ટર્ન કપડામાં જોવા મળતી આ મોડલે દુલ્હનની જેમ તૈયાર થઇ ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. આટલું જ નહીં અંજલિએ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં તેના જીવનમાં એક મોટો દિવસ આવવાનો છે. તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં 'સજના' પણ લખ્યું છે, હવે તેના ચાહકો જાણવા માટે આતુર છે કે શું થવાનું છે. યુઝર્સ વિવિધ કોમેન્ટ કરીને અંજલિને તે મોટા દિવસ વિશે પૂછી રહ્યા છે.






    આ પણ વાંચો: NORA FATEHI: સાડી લુક્સમાં નોરા ફતેહીએ વિખેર્યો જલવો, ફેન્સ થયા દીવાના

    'લોક અપ'માં સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સાથેની નિકટતાને કારણે ચર્ચામાં રહેલી અંજલિની લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. અંજલિને સાડીમાં જોઈ ચાહકો વખાણના પુલ બાંધી રહ્યા છે. તેને દુલ્હનની જેમ તૈયાર થતી જોઈ ચાહકોએ આખરે પૂછ્યું, શું તમે લગ્ન કરી રહ્યા છો? ફોટામાં જોઈ શકાય છે કે અંજલિએ દુલ્હનની જેમ લાલ સાડી, નૌ લખાનો હાર, મોટો ટીકો અને હાથમાં બંગડીઓ પહેરી છે. જો કે, હવે આવનારો સમય જ કહેશે કે અંજલિ આ રીતે કેમ તૈયાર થઇ છે અને શું ખાસ થવાનું છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Lock Upp, Social media

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन