અનીતા હસનંદાનીએ બેબી બંપ સાથે કર્યો શકીરાનાં ગીત પર ડાન્સ, VIDEO VIRAL

અનીતા હસનંદાનીએ બેબી બંપ સાથે કર્યો શકીરાનાં ગીત પર ડાન્સ, VIDEO VIRAL
અનીતા હસનંદાનીએ બેબી બંપ સાથે કર્યો શકીરાનાં ગીત પર ડાન્સ

અનીતા હસનંદાની (Anita hassanandani) એ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, 'એક વખત જે શકીરાનો ફેન બની જાય છે તે હમેશાં શકીરાનો ફેન રહે છે.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ અનીતા હસનંદાની (Anita Hassanandani) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ છે. તે જલ્દી જ ખુશખબરી આપવાની છે. આ દિવસોમાં તે પ્રેગ્નેન્સી પીરિયડને ફૂલી એન્જોય કરી રહી છે. અનીતા તેનાં પતિ રોહિત રેડ્ડી (Rohit Reddy)ની સાથે ઘણી વખત ફની વીડિયોઝ શેર કરતી રહેતી હોય છે. હાલમાં જ તેણે બેબી બંપ (Baby Bump) સાથેનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે શકીરાનાં ગીત પર શાનદાર મૂવ્સ લગાવી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે.

  અનીતા હસનંદાની (Anita Hassanandani)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ તેનાં ભારે બેબી બમ્પની સાથે નજર આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું છે કે, 'એક વખત જે શકીરાનો ફેન બની જાય છે તે હમેશાં માટે શકીરાનો ફેન રહે છે.'  ફેન્સને અનીતાનો આ વીડિયો ખુબજ પસંદ આવ્યો છે. તેઓ તેનાં વીડિયોને ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ આપી રહ્યાં છે. કેટલાંકે કમેન્ટમાં લખ્યું છે કે, બેબી પણ ડાન્સ સ્ટેપ શીખી જશે. આ વીડિયો વાયરલ થથાં જ ફેન્સ તેને લઇને ચિંતા પણ વ્યક્ત કરી રહ્યાં રહ્યાં છે. તેઓ કહે છે કે, અનિતા પોતાનું ખ્યાલ રાખ અને એવું કઇ ન કર કે જેનાંથી નાના મેહમાનને તકલીફ થાય.  આપને જણાવી દઇએ કે, અનીતા અને રોહિતનાં લગ્ન વર્ષ 2013માં થયા હતાં. તેમનાં લગ્નને સાત વર્ષ બાદ અનીતા 39ની ઉંમરમાં માતા બની છે. આ સમય તેમનાં માટે ખુશીઓથી ભરેલો છે. અનીતાએ હાલમાં જ જણાવ્યું હતું કે, જો તેમને દીકરો આવ્યો તેઓ તેનું નામ રવિ રાખશે. આ વિશે જણાવતા અનીતાએ કહ્યું હતું કે, રોહિતનાં પિતાનું નામ રવિ હતું. જ્યારે પ્રેગ્નેન્સનાં સમાચાર આવ્યા તેનાં થોડા દિવસોમાં જ તેનાં પિતા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તમનું નિધન થઇ ગયું હતું.
  Published by:Margi Pandya
  First published:January 08, 2021, 18:16 pm

  ટૉપ ન્યૂઝ