MeTooના આરોપમાં ઘેરાયેલા 'ક્વાન' એન્ટરટેઈનમેન્ટના સ્થાપક, અનિબાર્ન દાસ બ્લાહે, આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. અનિર્બાને મુંબઇમાં વાશીના એક બ્રિજ પરથી કૂદવાનો પ્રયત્ન કર્યો છે. ચાર મહિલાઓએ અનિબાર્ન પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. આરોપ બાદ કંપનીએ તેમને તમામ પોસ્ટમાંથી હટાવી દીધા હતા.
ધ હિન્દુ' ના અહેવાલ અનુસાર, ગુરુવારે રાત્રે, ટ્રાફિક પોલીસે તેમને બ્રિજની નજીક જોયા. વાશી ટ્રાફિક પોલીસે વરિષ્ઠ ઇન્સ્પેક્ટરને જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી છે કે એક માણસ વાશી બ્રિજની નજીક ફરી રહ્યો છે. કોઇ બિનજરૂરી આશંકાને કારણે અમે ત્યા પહોંચ્યા અને તેમને રોકી દીધા."
જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી, આનિબાર્ન બ્રિજ પર ચઢી રહ્યો હતો. બાદમાં સમજાવ્યા બાદ તેને નીચે ઉતાર્યો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર