રણબીર કપૂરે (Ranbir Kapoor) પોતાના ફેન્સને નવા વર્ષે (Happy New Year 2023) એક ખાસ ગિફ્ટ આપી છે. એક્ટરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'એનિમલ' (Animal First Look)નો ફર્સ્ટ લુક રિવિલ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ફેન્સની એક્સાઇટમેન્ટ સાતમા આસમાને પહોંચી ગઇ છે. પોસ્ટરમાં રણબીરનો અંદાજ જોવા લાયક છે.
એનિમલના પોસ્ટરમાં રણબીર કપૂરનો સાઇડ લુક જોવા મળી રહ્યો છે. લાંબી દાઢી, વાંકડિયા વાળમાં લોહીથી લથપથ એક્ટરને ખૂબ જ ગુસ્સામાં જોઇ શકાય છે.
બીયર્ડ લુકમાં રણબીર કપૂર ફુલ-ટુ-એક્શન ફાઇટરની જેમ જોવા મળી રહ્યો છે. તેના હાથમાં એક ધારદાર કુલ્હાડી પણ છે. હવે જરા વિચારો કે જ્યારે પોસ્ટરમાં આટલો કિલર લુક છે તો ફિલ્મમાં એક્ટરનો અંદાજ કેટલો ખૂંખાર હશે. સિલ્વર સ્ક્રીન પર રણબીર કપૂર આની પહેલા ક્યારેય આવો રોલ ભજવતો જોવા મળ્યો નથી. ટી સીરીઝે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર રિવિલ કરતા કેપ્શનમાં લખ્યું, 2023માં તૈયાર રહો, આ એનિમલનું વર્ષ છે.
તેવામાં પોસ્ટર રિવિલ થયા બાદ એક તરફ જ્યાં ફેન્સ એક્ટરના ધાંસૂ લુકના ખૂબ વખાણ કરી રહ્યાં છે ત્યાં કેટલાંક લોકો રણબીરને ટ્રોલ પણ કરી રહ્યાં છે. ફોટો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, આ પુષ્પાની કૉપી કરવા માગે છે. તો અન્ય યુઝરે લખ્યું, એવુ લાગી રહ્યું છે કે પુષ્પાની રિમેક છે.
ત્રીજાએ લખ્યું, કબીર સિંહ અને પુષ્પા બંને કેરેક્ટર્સ મિક્સ કેમ લાગી રહ્યાં છે. આ ઉપરાંત તેનાથી અલગ ઘણા લોકોનું એવુ કહેવુ છે કે મેકર્સે કબીર સિંહ અને પુષ્પાને મિક્સ કરીને એનિમલ માટે રણબીરનો લુક ક્રિએટ કર્યો છે.
જો ફિલ્મની વાત કરીએ તો એનિમલમાં રણબીર કપૂર નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ થિયેટર્સમાં રિલિઝ થશે. એનિમલને સંદીપ રેડ્ડી વાંગાએ ડાયરેક્ટ કરી છે. આ ઉપરાંત તેની સ્ટોરી પણ તેણે જ લખી છે. ફિલ્મમાં રણબીર અને રશ્મિકા ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર