Home /News /entertainment /

લગ્ન બાદ એકલી હનીમૂન પર ગઇ હતી અનિલ કપૂરની પત્ની

લગ્ન બાદ એકલી હનીમૂન પર ગઇ હતી અનિલ કપૂરની પત્ની

અનિલે કહ્યું કે સુનીતાએ મારા લીધે બહુ બધા બલિદાન આપ્યા છે. એક વાતચીતમાં અનિલે કહ્યું કે સુનીતા એક પરફેક્ટ પત્ની, એક પરફેક્ટ મા છે. અને આ કારણ છે જે મને રોજ પ્રોત્સાહિત કરે છે.

અનિલ કપૂર અને સુનીતા કપૂરના લગ્નને 35 વર્ષ થઇ ગયા છે, આ સફળ સંબંધ પાછળ ઘણી મજેદાર કહાણીઓ પણ છે

  ન્યૂઝ18 ગુજરાતી: અનિલ કપૂર અને સુનીતા કપૂરના લગ્નને 35 વર્ષ થઇ ગયા છે. આ સફળ સંબંધ પાછળ ઘણી મજેદાર કહાણીઓ પણ છે. જેમાંથી એક વાત એવી છે કે, અનિલ કપૂરે રાતો-રાત લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અનિલ કપૂરે એક દિવસ ફોન કરીને સુનીતાએ કહ્યું હતું કે, કાલે લગ્ન કરી લઇએ. બીજા દિવસે દસ લોકોની હાજરીમાં તેમણે લગ્ન પણ કરી લીધા. આવી રીતે શરૂ થયો હતો આ મજબૂત પ્રેમનો સિલસિલો...

  અનિલ કપૂરે પોતે આ અંગે શેર કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારા એક મિત્રે સુનીતાને મારો નંબર આપ્યો હતો જેથી તે મને પ્રેન્ક કોલ કરે. ત્યારે પહેલીવાર અમારી વાત થઇ અને હું તેના અવાજ પર દિવાનો થઇ ગયો. થોડા વીક બાદ અમે એક પાર્ટીમાં મળ્યા અને મારી તેની સાથે ઓળખાણ થઇ. એનામાં કંઇક એવું હતું, જેણે મને તેની તરફ આકર્ષિત કર્યું. અમે વાતો કરવાની શરૂ કરી અને અમે મિત્રો બની ગયા. મે તેને મારા તૂટેલા દિલ વિશે જણાવ્યું. તે સમયે મારું બ્રેકઅપ થયું હતું. અમે એક-બીજાને ડેટ કરી રહ્યાં હતાં, આ વાત અમે ક્યારેય એક-બીજાને કહી નહીં. આ એક ઓર્ગેનિક ડેટિંગ હતી. જેમાં સવાલ-જવાબ અથવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ જેવું કંઇ નહોતું.

  આગળ અનિલ કપૂરે જણાવ્યું હતું કે, તે એક લિબરલ પરિવારમાંથી હતી. તેના પિતા બેંકર હતા. સુનીતા મોડલિંગ કરી રહી હતી. હું તે સમયે સંપૂર્ણ બેકાર હતો. હું ચેમ્બુરમાં રહેતો હતો. વો નેપિયન્સી રોડ પર. હું તેને મળવા માટે પણ બસથી જતો હતો. તે કહેતી હતી કે, નહીં જલદી ટેક્સી કરીને આવો અને હું કહેતો હતો કે- મારી પાસે પૈસા નથી. તે કહેતી કે, જસ્ટ કમ.. આઇ વિલ મેનેજ.


  આ રીતે 10 વર્ષ બન્નેએ એક-બીજાને ડેટ કર્યા. ઘણી જગ્યાએ સાથે ટ્રાવેલ કરી. અનિલ કપૂર જણાવે છે કે, સુનીતાએ એક વાત સ્પષ્ટ કહી દીધી હતી કે તે ક્યારેય કિચનમાં નહીં જાય અને જમવાનું નહીં બનાવે. આથી મને લગ્ન કરતાં પહેલાં તે ખબર હતી કે મને તેને પોતાની જીવનમાં લાવવા માટે કંઇક બનવું પડશે. કંઇક કરવું પડશે. મેં તે દરમિયાન ઘણું સંઘર્ષ કર્યું. જોકે, મારી પર તેની તરફથી કોઇ દબાણ નહોતું.

  આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર ચાલ્યો 'દે દે પ્યાર દે' નો જાદુ, જાણો કેવી છે કહાની

  જ્યારે મારી પહેલી ફિલ્મ 'મેરી જંગ' ચાલી, ત્યારે મને લાગ્યું કે હવે હું ઘર લઇ શકું છું. કિચનમાં સામાન આવી શકે છે. અમે એક હેલ્પર પણ રાખી શકીએ છીએ. હું લગ્ન કરી શકું છું. મેં સુનીતાને ફોન કર્યો અને કહ્યું, ચાલો કાલે લગ્ન કરી લઇએ. બીજા દિવસે 10 લોકોની હાજરીમાં અમારા લગ્ન થઇ ગયા. હું લગ્નના ત્રણ દિવસ બાદ જ શૂટ પર જતો રહ્યો અને સુનીતા એકલી હનીમૂન પર વિદેશ જતી રહી. તે મને બહુ સારી રીતે જાણે છે. કદાચ હું પણ પોતાને આટલું નથી જાણતો. અમારી મિત્રતાને 45 વર્ષ થઇ ગયા. તે એક પરફેક્ટ માતા અને પત્ની છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Marriage, Shooting, અનિલ કપૂર

  આગામી સમાચાર